ગુજરાત

gujarat

ETV Bharat / city

રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2 માં બનશે શહીદ પાર્ક - Army men

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કામાં અત્યાધુનિક માળખાકીય વિકાસના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ શરુ કરવામાં આવ્યા છે. ત્યારે દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકો માટે રિવરફ્રન્ટ પર વિશાળ શહીદ પાર્ક બનાવવામાં આવશે.

અમદાવાદ
રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2 માં બનશે શહીદ પાર્ક

By

Published : Aug 12, 2021, 12:18 PM IST

  • દેશ માટે શહીદ થયેલા અમદાવાદના સૈનિકોને મળશે મોટું સન્માન
  • રિવરફ્રન્ટ પર બનશે વિશાળ શહીદ પાર્ક
  • રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં બનશે શહીદ પાર્ક


અમદાવાદ: શાહિદ પાર્ક બનાવવા માટે મનપા અને રક્ષા મંત્રાલય MOU (મેમોરેન્ડમ ઓફ અડરસ્ટેન્ડિંગ) થયા હતા. જે અંતર્ગત હવે કેમ્પ હનુમાન મંદિર સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્ક બનવા જઈ રહ્યો છે. આ શાહિદ પાર્કમાં આજની પેઢી સહીત અન્ય ભાવિ કહેવાતા બાળકોમાં પણ દેશમાટે મોટું બલિદાન આપી ચૂકેલા અમદાવાદના શહીદોને લઇ ગૌરવની લાગણી જન્મે અને તેમની માહિતી મળી રહે તે માટે શાહિદ પાર્ક બનાવવામાં આવશે. ટૂંક જ સમયમાં આ માટે કામગીરી શરુ કરવામાં આવશે.

આ પણ વાંચો: ટ્વિટરે નિયમોના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 5 વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું

શહીદ પાર્કને લઇ શું કહે છે ડેપ્યુટી કમિશ્નર આર કે મહેતા?

રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2 માં બનશે શહીદ પાર્ક
આ મુદ્દે વધુ માહિતી આપતા મનપાના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડના ડેપ્યુટી મનપા કમિશ્નર આર. કે. મહેતાએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જમીન રિકલેમ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. હીદ સૈનિકોના 3 પરિવાર દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. રજુવાત કરતાની સાથે જ ગણતરીના દિવસમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટો નિર્ણય લેતા કેંટોનમેન્ટ બોર્ડ અને AMC ને પત્ર લખી આ મામલે આગળ વધવા આદેશ આપ્યો હતો. શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે આગામી સમયમાં આખરી નિર્ણય લેવામાં આવશે. શહીદ પાર્ક, સ્પૉર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવાનું આયોજન- ડે કમિશનર છે.

ABOUT THE AUTHOR

...view details