ગુજરાત

gujarat

ETV Bharat / city

SG Highway Accident: ડમ્પર ચાલકે ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનો લીધો ભોગ

અમદાવાદ શહેરના જાણીતા સરખેજ ગાંધીનગર હાઈવે(Sarkhej Gandhinagar Highway) પર અકસ્માત સર્જાયાના ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે. એવોજ એક કિસ્સો જેમાં એક ડમ્પર અને વિદ્યાર્થીની વચ્ચે અકસ્માત(SG Highway Accident) થતા વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મૃત્યું નીપજયું હતું.

SG Highway Accident: ડમ્પર ચાલકે ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનો લીધો ભોગ
SG Highway Accident: ડમ્પર ચાલકે ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનો લીધો ભોગ

By

Published : May 16, 2022, 4:22 PM IST

અમદાવાદ:શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે(SG Highway Accident) પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં SG હાઈવે પર ડમ્પર ચાલકે અને એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું(Ganpat university Student) ઘટના સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત(Dumper driver kills student) કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:Rajkot Police Accident : નશાના ચક્કરમાં કોકનું ઘર ઉજાડનાર જમાદાર સામે પોલીસ કાર્યવાહી કરશે કે રફેદફે ?

ગણપત યુનિવર્સિટીના સ્ટાફને અકસ્માત અંગેની જાણ થઈ હતી -પ્રાથમિક વિગતોને પ્રમાણે અમદાવાદના SG હાઇવે પર ઝાયડસ બ્રિજ ઉપર વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતું. એક્ટિવા ચાલક વિદ્યાર્થિની(SG Highway Accident) નિકિતા પંચાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. યુનિવર્સિટીના સ્ટાફને(Ganpat University Staff) પણ અકસ્માત અંગેની જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:કાણોદર પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 3ના મોત 10 ઈજાગ્રસ્ત

હેલ્મેટ પહેર્યું હોવા છતા સુરક્ષા ના મળી -એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ અકસ્માતમાં બચી શકી ન હતી. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ તરફ જઇ રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ(Traffic Police Ahmedabad) ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે

ABOUT THE AUTHOR

...view details