ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: દિવાળી તહેવારનો લઈ યુવતીઓનો સેવા યજ્ઞ - Social organization of breathing

અમદાવાદમાં સામાજિક સંસ્થા અને સેવાભાવી યુવતીઓએ ભેગા મળી જુદા જુદા વિસ્તારોની વંચિત દીકરીઓને મળી દિવાળીની ભેટ આપી અને શુભકામનાઓ પાઠવી હતી. દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ગઇ છે, કોરોનાના કપરા કાળમાં ઉત્સવોની ઉજવણીમાં ઓટ જોવા મળે છે. પરંતુ સમાજમાં જે વર્ગ વંચિત છે, એમને મદદ કરવા માટે અનેક સંસ્થાઓ હંમેશા તૈયાર જ રહે છે. જે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન લોકોને કરેલી મદદ દ્વારા જોવા મળ્યું હતું.

દિવાળી તહેવારનો લઈ યુવતીઓનો સેવા યજ્ઞ
દિવાળી તહેવારનો લઈ યુવતીઓનો સેવા યજ્ઞ

By

Published : Nov 11, 2020, 7:20 PM IST

  • શહેરના જુદા જુદા વિસ્તારોમાં દીકરીઓને દિવાળીની ભેટ અપાઈ
  • માસ્ક, કુકિઝ કિટ સહિતની ચીજ વસ્તુઓનુ કરાયું વિતરણ
  • વંચિત વિસ્તારોમાં યુવતીઓનો સેવા યજ્ઞ

અમદાવાદઃ શહેરના રામદેવનગર, થલતેજ, ગુલબાઇ ટેકરા અને વાસણા વિસ્તારમાં સોલ બે અને શ્વાસ સંસ્થાએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરિયાત મંદ લોકોને વિવિધ ચીજવસ્તુઓ વહેંચી મદદ કરવા પ્રયાસ કર્યો હતો.

દિવાળી તહેવારનો લઈ યુવતીઓનો સેવા યજ્ઞ

ચીજવસ્તુઓ આપી 'ખુશીયો કી દિવાલી' મનાવી

સોલ બે સંસ્થાની આત્મનિર્ભર યુવતીઓએ ભેગા મળી શહેરના જુદા જુદા વિસ્તારમાં દીકરીઓને પગરખાં, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, માસ્ક પૂરા પાડ્યા હતા. શ્વાસ સામાજિક સંસ્થા અને સોલ બે સંસ્થાના દર્શીની અને યામાએ ભેગા મળી દીકરીઓ પાસે જઇ દીપોત્સવી માટે ચીજવસ્તુઓ આપી 'ખુશીયો કી દિવાલી' મનાવી હતી.

દિવાળી તહેવારનો લઈ યુવતીઓનો સેવા યજ્ઞ

જરૂરિયાતમંદ લોકોને મદદ કરી

યામા અને દર્શીનીએ કહ્યું કે, કોરોનાને કારણે આ દિવાળી સૌ લોકો માટે એક અલગ જ અનુભવ છે. ઉત્સવોમાં વંચિતોના વિસ્તારોમાં જઇ ઉત્સવની ઉજવણી કરવી અને એમાંય દિવાળીમાં દીકરીઓને મદદ કરવાથી એક જુદી જ અનુભૂતિ થાય છે, આનંદ મળે છે.

દિવાળી તહેવારનો લઈ યુવતીઓનો સેવા યજ્ઞ

ABOUT THE AUTHOR

...view details