અમદાવાદઃ શહેરના આઈશા આત્મહત્યા કેસમાં(Ayesha suicide case) સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે સાસરીયા દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી છે. જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. પ્રોશીક્યુશન દ્વારા 23 જેટલા સાક્ષીઓની તપાસવામાં આવ્યા છે અને તે તમામને પુરાવાઓને આધાર રાખીને આ સજા ફટકારવામાં આવી છે.
પુરાવાઓને આધાર રાખીને આ સજા -આ સમગ્ર કેસ મુદ્દે સરકારી વકીલે વર્ષા બહેન રાવલે જણાવ્યું કે, કોર્ટ દ્વારા આયેશાના પતિને 10 ની સજા ફટકારવામાં આવી છે બધા જ પુરાવાઓને ધ્યાનમાં રાખીને IPC કલમ 306 મુજબ 10 વર્ષની સજા ફટકારી છે અને એક લાખની દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પ્રોશીક્યુશન દ્વારા 23 જેટલા સાક્ષીઓની તપાસવામાં આવ્યા છે અને તે તમામને પુરાવાઓને આધાર રાખીને આ સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચોઃઆઈશા આત્મહત્યા કેસ : આઇશાના પિતાએ લોકોને બખેડો ન કરવા કરી અપીલ
ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતી -કોર્ટે આ કેસમાં મહત્વનું અવલોકન હતું કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. તેની સાથે સાથે કોર્ટે આઈશાનો ગર્ભપાત થયો હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી. કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્વનો પુરાવો ગણ્યો છે.
પતિ આરીફને દોષિત જાહેર કર્યો -આત્માહત્યા કરતા પહેલા આયેશા એ તેના પતિ આરીફ સાથે 70 થી 72 મિનિટ વાત કરી હતી જેમાં તેના આયેશા ને આત્મહત્યા કરવા દુષપ્રેણ્યા આપી હોવાનું સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશા ને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ સજાનું એલાન કરતા ધ્યાને લીધા છે. સેશન્સ કોર્ટે આઈશાના પતિ આરીફને દોષિત જાહેર કર્યો છે.
આ પણ વાંચોઃઆઈશા આત્મહત્યા કેસઃ આરીફને જામીન ના આપવા આઈશાના પરિવારજનોની કોર્ટમાં રાજૂઆત
સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો -અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આઈશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરતા પહેલા આઈશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો.આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે. આ અવલોકન પણ કોર્ટે ટક્યું હતું.
આઈશાએ પોતાની આપવિતિ લખી હતી -આઈશાએ આપઘાત કરતા પહેલા..આઈશાની ચિઠ્ઠી પણ લખી હતી મળી.જે આઇશાએ મરતા પહેલા તેના પતિ આરીફને લખી હતી. આ ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવિતિ લખી હતી. આઇશાએ આ પત્રમાં તેનો પતિ તેના પર ખોટા આરોપ લગાવતો હોવાની વાત કરી છે. તેમજ તેના પેટમાં આરીફનું બાળક હોવાનું પણ લખ્યું હતું.
આઇશા આત્મહત્યા કેસની સમગ્ર વિગતો -27 ફેબ્રુઆરી, 2021 અમદાવાદ : શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને છેલ્લા શબ્દોમાં દુનિયાને અલવિદા કહીં નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.
આઇશાનો પતિ અને સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા હતા -આ અંગે વટવામાં રહેતા અને સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આઇશાના પિતા લિયાકતઅલી મકરાણીએ જણાવ્યું હતું કે, મારી પુત્રી આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરિફખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયા દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ ચાલી રહ્યો છે.
તારે મરવું હોય તો મરી જા અને મને વીડિયો મોકલી દેજે -વર્ષ 2019થી આઇશા પિયરમાં રહીને બેંકમાં મ્યૂચ્યુઅલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગત ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી. જ્યાંથી બપોરે તેને પિતાને ફોન કરીને આરિફને ફોન કર્યો હોવાનું જણાવ્યું હતુ. આઇશાએ પિતાને જણાવ્યું કે, આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી. હું આત્મહત્યા કરી લઈશ તેવું કહેતાં, આરિફે આઇશાને કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જા અને પૂરાવાના ભાગરૂપે મને વીડિયો મોકલી દેજે.
બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળ્યો -જે બાદ આઈશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. આઇશા કોઈ અગમ્ય પગલું ન ભરે તે માટે તેની માતાએ સમજાવી હતી અને માતા-પિતા તેને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં સર્ચ કરી આઇશાનો મૃતદેહ બાહર કાઢ્યો હતો.
પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો -રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આઇશાના મોબાઈલમાં જોયું તો તેને એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતાં પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે તેના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આઈશા લડાઈઓ કે લિયે નહીં બની…!
“હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ, આઇશા આરિફખાન…
ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…