ગુજરાત

gujarat

ETV Bharat / city

Session on Gaganyaan: ભારત ટૂંક સમયમાં સ્વદેશી ગગનયાન લોન્ચ કરી રચશે ઈતિહાસ - Achievements of ISRO

અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસ માટે ગગનયાન સંદર્ભે કાર્યક્રમ (Session on Gaganyaan) કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ જનાર વીર કમાન્ડર રાકેશ શર્મા અને ગુજરાતના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી વર્ચ્યુયલ માધ્યમથી હાજરી (Program on Gaganyaan at Science City) આપી હતી. તો ભારત ટૂંક સમયમાં જ સ્વદેશી ગગનયાન લોન્ચ કરી ઈતિહાસ રચવા જઈ (India to make history to launch Gaganyaan) રહ્યું છે.

Session on Gaganyaan: ભારત ટૂંક સમયમાં સ્વદેશી ગગનયાન લોન્ચ કરી રચશે ઈતિહાસ
Session on Gaganyaan: ભારત ટૂંક સમયમાં સ્વદેશી ગગનયાન લોન્ચ કરી રચશે ઈતિહાસ

By

Published : Apr 8, 2022, 3:27 PM IST

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસ માટે ગગનયાન સંદર્ભે કાર્યક્રમ (Program on Gaganyaan at Science City) યોજવામાં આવ્યો હતો, જેનો આજે (શુક્રવારે) છેલ્લો દિવસ છે. તો ગુરુવારે આ કાર્યક્રમમાં ગગનયાન સાથે જોડાયેલા નિલેશ દેસાઈ, ડો. નરોત્તમ સાહુ, અનુત રોય ચૌધરી, અનુરાગ વર્મા સહિતના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના પ્રેઝન્ટેશન પણ બતાવી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.

શિક્ષણ પ્રધાન વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા

સ્વદેશી ગગનયાન ટૂંક સમયમાં લોન્ચ કરાશે-શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Jitu Vaghani in Gaganyaan Program) આ અંગે જણાવ્યું હતું કે, ગગનયાન આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષ દરમિયાન લોન્ચિંગ કરવાનું હતું, પણ કોરોનાના કારણે તે કામ થઈ શક્યું નહીં. જોકે, હવે આ ગગનયાનને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના અને ગગનયાન વિશે સાત દિવસ સુધી વિદ્યાર્થીએ માર્ગદર્શન મેળવ્યું હતું.

ભારત ટૂંક સમયમાં જ સ્વદેશી ગગનયાન લોન્ચ કરી ઈતિહાસ રચશે

રાકેશ શર્માએ ભારતનું નામ રોશન કર્યું છે-આજથી 37 વર્ષ પહેલાં ભારતીય વીર કમાન્ડર રાકેશ શર્માએ (Indian astronaut Rakesh Sharma) અવકાશની સફર કરીને પરત આવતા જ તેમણે દેશનું નામ રોશન કર્યું હતું. ગગનયાન સ્વદેશી છે. હવે તેને અંતરિક્ષમાં નવા સંશોધન માટે લોન્ચ કરવામાં આવશે અને ભારત ફરીથી એક નવો ઈતિહાસ રચશે.

વિદ્યાર્થીઓએ પોતાના પ્રેઝન્ટેશન પણ બતાવી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું

આ પણ વાંચો-SPACEX: સામાન્ય નાગરિકોને લઈને અંતરિક્ષ માટે નીકળ્યું 'ઈન્સ્પિરેશન 4'

2 લાખ વિદ્યાર્થી વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા હતા-આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઈસરો, ગુજકોસ્ટ અને સાયન્સ સિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 2,000 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જ્યારે રાજ્યમાંથી લગભગ 2 લાખ જેટલા વિદ્યાર્થી વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા (Program on Gaganyaan at Science City) હતા.

અંતરિક્ષમાં જનારા ભારતના રાકેશ શર્મા પણ કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા

ઈસરો નામ સાંભળતા જ ભારત દેશ યાદ આવે છે -ઈસરોએ ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી (Achievements of ISRO) છે. તેના કારણે વર્તમાન સમયમાં જ્યારે પણ ઈસરોનું નામ લેવામાં આવે ત્યારે દરેકના મુખે ભારતનું નામ આવે છે, જે આપણાં માટે ગૌરવની વાત છે.

સાયન્સ સિટી ખાતે યોજાયો ગગનયાન સંદર્ભે કાર્યક્રમ

આ પણ વાંચો-Lunar Mission of India: અંતરિક્ષમાં ભારતની વધુ એક ઊંચી છલાંગની તૈયારી, ઓગસ્ટ 2022માં લોન્ચ થશે ચંદ્રયાન 3

સ્પેસ ટેકનોલોજી ખૂબ આગળ વધી છે- અંતરિક્ષમાં જનારા રાકેશ શર્મા આ કાર્યક્રમમાં (Indian astronaut Rakesh Sharma) વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા હતા. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ખૂબ મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે. તેના કારણે સ્પેસ ટેકનોલોજી પણ ઘણી આગળ વધી રહી છે. એટલે અત્યારની પેઢી ઘણી નસીબદાર છે કે, તેમને આટલું સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે.

ગગનયાન સંપૂર્ણ સ્વદેશી હશે- ભારતીય અંતરિક્ષયાત્રી રાકેશ શર્માએ (Indian astronaut Rakesh Sharma) ગગનયાન વિશે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ઈસરો સૌથી મોટા કાર્યક્રમ કરી રહ્યું છે. આખું વિશ્વ અત્યારે ઈસરો સાથે કામ કરવા તૈયાર છે. આ ભારત માટે ગૌરવની વાત છે. ગગનયાન સંપૂર્ણ સ્વદેશી હશે, જેમાં 7 પાયલોટ હશે. તેઓ મોસ્કોમાંથી તાલીમ લઈ પરત આવ્યા છે. જ્યારે તેઓ આગળની તાલીમ બેંગ્લોરમાં લઈ રહ્યા છે. તેઓ ગગનયાન સાથે અંતરિક્ષમાં પહોંચશે અને 7 દિવસ બાદ તે પૃથ્વી પર પરત આવશે.

ABOUT THE AUTHOR

...view details