ગુજરાત

gujarat

ETV Bharat / city

AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યાં - Corona

કોરોના અટકાવવા માટે સરકાર દ્વારા જ સોશિઅલ ડિસ્ટન્સસિંગની ગાઈડલાઇન્સના પાલન માટે કંઇ કેટલાય પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે ત્યાં અમદાવાદમાં કોર્પોરેશનના શિક્ષણવિભાગે સરકારનો જ મોટો ભાંગરો વાટી નાંખ્યો છે. જેમાં ગુલબાઈ ટેકરામાં આવેલી શાળાનંબર 7-8માં શાળા બંધ છે તો પણ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવીને પરીક્ષા લીધી હતી.

AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યાં
AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યાં

By

Published : Jul 28, 2020, 3:06 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ગુલબાઈટેકરાની શાળા નંબર ૭ અને ૮માં સ્કૂલ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી પરીક્ષા લેવાઈ હતી. બંધબારણે છોકરાઓને બોલાવીને પરીક્ષા લેવામાં આવી. સરકાર જ્યારે બાળકોને ઘરે જ રહેવાનું કહેતી હોય છે ત્યારે મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકો દ્વારા બાળકોને શાળામાં બોલાવવામાં આવ્યાં હતાં. ગુલબાઈ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલમાં પરીક્ષા લેવા માટે બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં.

AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યાં
એનએસયુઆઈના મહામંત્રી ભાવિક સોલંકીએ રૂબરૂ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્ર તોમરને આ બાબત અંગે જાણ પણ નહોતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ અંગે વધુ તપાસ કરવામાં આવશે. શાળામાં હાજર શિક્ષકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે ફક્ત પુસ્તકો લેવા માટે જ વિદ્યાર્થીઓને બોલાવ્યાં હતાં.
AMC સ્કૂલ બોર્ડની ગંભીર બેદરકારી: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવ્યાં

શિક્ષકો દ્વારા કોઈપણ ઉપરી અધિકારીને આ અંગે જાણ કરવામાં આવી પણ નહોતી. જ્યારે સરકાર જ બાળકોને શાળા પર બોલાવવાની ના પાડે છે ત્યારે આ કોરોના મહામારીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓ બાળકોને બોલાવીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details