- સેકટર-1 રાજેન્દ્ર અસારી દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું પેટ્રોલિંગ
- ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસના જવાનો સાથે કરવામાં આવ્યું પેટ્રોલિંગ
- કારંજ, લાલ દરવાજા, દિલ્હી ચકલા, મિર્ઝાપુર ,શાહપુર સહિતના વિસ્તારમાં કર્યું પેટ્રોલિંગ
- સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને યોજવામાં આવ્યું પેટ્રોલિંગ
અમદાવાદ: દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. કોરોના સંદર્ભે બનાવવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય અને લોકો શાંતિ અને સલામતી બનાવી રાખે તે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.
સેકટર-1 રાજેન્દ્ર અસારી દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું પેટ્રોલિંગ આ પણ વાંચો: સુરત પોલીસે હીરાબજાર અને આંગડિયા પેઢીના વિસ્તારોમાં વધાર્યું ફૂટ પેટ્રોલિંગ
સ્થાનિક PIને સૂચના પણ આપવા આવી
12 મે ના રોજ અમદાવાદ શહેરના સેકટર-01 JCP રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દુકાનો ચાલુ હોય અથવા ભીડ એકત્ર થતી હોય તેવી જગ્યાએ વધુ ધ્યાન આપવા સ્થાનિક PIને સૂચના પણ આપવા આવી છે.
આ પણ વાંચો: વટવા રેલ્વે સ્ટેશન પાસે લૂંટના ઇરાદે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો
શાહપુર અને કારંજ પોલીસ સ્ટેશનના PIને અપાઈ કડક સૂચના
JCP રાજેન્દ્ર અસારી દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગમાં કારંજ વિસ્તારમાં આવેલા ઢાલગઠ વાડ અને શાહપુર વિસ્તારમાં આવેલા રંગીલા પોલીસ ચોકી પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા હોય તેવું જણાવી આવતા સ્થાનિક PIને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઢાલગઠ વાડ વિસ્તારમાં કેટલાક લોકો દુકાનો ખોલીને બેફામ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા હોવાની માહિતીને આધારે જ આજે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેવું જાણવા મળી રહી છે.