અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની (gujarat assembly elections 2022) જાહેરાત આડે હવે માંડ એક મહિનાનો સમય બચ્યો છે. ને ચૂંટણીમાં મતદાનની તારીખ નવેમ્બરના છેલ્લા પંદર દિવસમાં અથવા ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં આવે તેવી શકયતા છે. જો કે છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે.
કૉંગ્રેસમાં કોઈ તૈયારી નથીભાજપ અને આમ આદમી પાર્ટી વધુ સક્રિય છે. કૉંગ્રેસ હજી સુસુપ્ત અવસ્થામાં છે. કૉંગ્રેસનું હાઈકમાન્ડ કે, કેન્દ્રિય કોઈ પણ નેતા ગુજરાતમાં પ્રચાર માટે (gujarat political news today) આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 5થી 7 વખત ગુજરાતમાં આવી ગયા છે. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને શિક્ષણપ્રધાન મનિષ સિસોદિયા પાંચથી સાત વખત ગુજરાત પ્રવાસે આવીને જનસભાને સંબોધી છે. જ્યારે કૉંગ્રેસમાં પ્રચારને લઈને કોઈ તૈયારી (congress campaign for gujarat) દેખાતી નથી.
સ્ટારપ્રચારકો પરિણામ પર અસર પાડી શકે છેહવે વાત કરીએ સિનિયર નેતાઓની (senior leaders campaign) કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (gujarat assembly elections 2022) તેમના પ્રચારને કારણે પરિણામમાં મેળવી શક્યા હતા, પરંતુ વર્ષ 2022માં આ નેતાઓ પ્રચારને લઈને નારાજગી છે. તો કેટલાક નેતાઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે, જેનો અવકાશ છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમાં કેટલાક નેતાઓ નારાજ હોય છે, તે મતદાન અને પરિણામ પર અસર પાડી શકે છે.
અહેમદ પટેલકૉંગ્રેસના ખૂબ જ સિનિયર કહી શકાય એવાં નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલનું અવસાન થયું છે. આજ દિન સુધી તેમની જગ્યા ખાલી રહી છે. ગુજરાત પ્રદેશ અને કૉંગ્રેસ હાઈકમાન્ડ (congress high command) વચ્ચે મોટી ખાઈ પડી છે. અહેમદ પટેલ ચૂંટણી પ્રચારની સાથે ચૂંટણી મેનેજમેન્ટ પણ સંભાળી લેતા હતા, જેથી તેમની આ ચૂંટણીમાં ખૂબ મોટી ખોટ પડશે. ગુજરાત પ્રદેશના કોઈ નેતા એવા સક્ષમ નથી કે તેઓ અહેમદ પટેલના જેવું ચૂંટણીનું મેનેજમેન્ટ કરી શકે.
ભરતસિંહ સોલંકીપ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી કે, જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પૂત્ર છે. ભરતસિંહની કોરાનામાં તબિયત લથડી હતી અને 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા. તેઓ સાજા થયા પછી તેમની પત્ની સાથેના છૂટાછેડાની માથાકૂટ ચાલી અને તેઓ લિવઈનમાં રહેતી તેમની પ્રેમિકાનો કિસ્સો બહાર આવ્યો હતો અને વીડિયો બહાર આવ્યા પછી ભરતસિંહની ઈમેજ ખરડાઈ છે. આથી તેઓ આ વખતે પ્રચારમાં જોડાશે નહીં અને ભરતસિંહના પ્રેમ પ્રકરણના કારણે પાર્ટીની ઈમેજ પણ ખરડાઈ છે.
વિજય રૂપાણી અને નીતિન પટેલગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (vijay rupani news latest) અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પાસેથી કેન્દ્રના મોવડીમંડળે રાજીનામું લઈ લીધું અને ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવી અને આખી નવી સરકારની રચના કરી હતી. આમ, કોઈ પણ કારણ દર્શાવ્યા વગર વિજય રૂપાણી સરકારનું રાજીનામું લેવાયું, જેથી રૂપાણીની અધ્યક્ષતાવાળું પ્રધાનમંડળ નારાજ થાય તે સ્વભાવિક છે. પાર્ટીની શિસ્તને કારણે કોઈએ વિરોધ દર્શાવ્યો નથી. પણ વિજય રૂપાણી અને નીતિન પટેલ અંદરથી દુઃખી છે. તેઓ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં નિરસ રહે તેવું પણ બની શકે. વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકોટવાસીઓ (સૌરાષ્ટ્રવાસીઓ) નારાજ થયા હતા. જો રૂપાણી પ્રચારમાં નહી ઉતરે તો ભાજપ માટે સૌરાષ્ટ્રમાં કપરા ચઢાણ હશે. બીજી તરફ નીતિન પટેલની નારાજગીને કારણે ઉત્તર ગુજરાતના પાટીદાર મતો પર સીધી અસર કરશે.
કુંવરજી બાવળિયાજસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, સીધુ પ્રધાનપદ મળ્યું અને રૂપાણી સરકારમાં પાણી પૂરવઠા, પશુપાલન અને ગ્રામીણ આવાસ પ્રધાન બન્યા હતા. રૂપાણીના રાજીનામા સાથે તેમનું પણ રાજીનામું આવ્યું. કુંવરજીભાઈ કોળી સમાજના અગ્રણી છે. તેઓ અને તેમનો કોળી સમાજ હાલ નારાજ હોય તે સ્વભાવિક છે. આગામી ચૂંટણીમાં કુંવરજીભાઈને ટિકીટ નહીં મળે તો તેઓ બગાવત કરી શકે છે અને સૌરાષ્ટ્રમાં મતદારો પર ઘેરી અસર કરી શકે છે.