અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુક(Appointment of JB Pardiwala as new Judge Supreme Court) કરવામાં આવેલ છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી અને તેને માન્ય પણ રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના જજ તરીકે ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલાની કરાઇ નિમણુંક આ પણ વાંચો -મુસ્લિમ સમુદાયના 600 લોકોએ સામૂહિક ઈચ્છા મૃત્યુ માટે હાઈકોર્ટમાં કરી અરજી
1994માં બાર કાઉન્સિલ તરીકે ચૂંટાયા - 1994માં જે બી પારડીવાળા ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ જસ્ટિસ જે.બી.પારડીવાલાએ 1990માં હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી અને 2011 માં તેમણે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જસ્ટિસ જે.બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. વર્ષ 2002માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા બુરજોર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી.
આ પણ વાંચો -HC judgment on recruitment process : 'અનામતનો લાભ લેનારને ઓપન કેટેગરીનો લાભ ન મળે' ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટનો ચૂકાદો