કોરોનાથી બચવા તમામ મેડિકલ ઉપકરણ પૂરતા પ્રમાણમાં પરંતુ મેડિકલ સ્ટોરમાં ખરીદી નહિવત - મેડીકલ ઇક્વિપમેન્ટ
કોરોના વાઇરસનું સંક્રમણ હજુ પણ સતત ફેલાઈ રહ્યું છે, ત્યારે લોકોમાં થોડી જાગૃતતા આવી છે. જોકે લોકોમાં હવે કોરોના પ્રત્યેનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. હવે મેડિકલ સ્ટોરમાં કોરોનાથી બચવા માટેના તમામ તબીબી ઉપકરણો પૂરતા પ્રમાણમાં છે. પરંતુ તેની માગ ઘટી હોય અને લોકો પણ હવે ખરીદી ઓછી કરતા હોય તેઓ લાગી રહ્યું છે.
અમદાવાદ: કોરોના વાઇરસની શરૂઆત થઈ અને કોરોનાના કેસ પણ જ્યારે ઓછા હતા ત્યારે લોકોમાં કોરોના પ્રત્યેનો ડર હતો. તે સમયે લોકો ડિજિટલ થર્મોમીટર,પલ્સ ઓક્સિમીટર,ગ્લુકોમીટર અને બ્લડ પ્રેશર માપવાના સાધન ખરીદી રહ્યાં હતા અને પોતાના સ્વાસ્થ્યની જાતે જ કાળજી રાખી રહ્યા હતા. જોકે હવે બજારમાં તે તમામ વસ્તુઓની ખરીદીનું પ્રમાણ પણ ઘટ્યું છે.
જ્યારે કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારે ડિજિટલ થર્મોમીટરની માગ વધારે હતી અને તેની કિંમત પણ તે સમયે વધારે હતી. મેડીકલ ઇક્વિપમેન્ટના સાધનો તે સમયે ખૂબ ઓછી સંખ્યામાં મળી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે મોટી કંપનીઓએ સાધનો પુષ્કળ પ્રમાણમાં બનાવ્યા છે, ત્યારે આ સાધનોના બજારમાં વેચાણ જણ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે.