ગુજરાત

gujarat

ETV Bharat / city

નકલી ઇન્જેક્શન બાદ હવે અમદાવાદમાં લાખોના નકલી માસ્ક ઝડપાયા

કોરોના વાઈરસનાં વધતા જતા ચેપ વચ્ચે બજારમાં સેનેટાઇઝર અને માસ્કનાં વેચાણમાં અનેક ગણો વધારો થયો છે. અમદાવાદમાં નકલી ઇન્જેક્શન બાદ હવે લાખો રૂપિયાના નકલી માસ્ક ઝડપાયા હતા.

Accused arrested
અમદાવાદ

By

Published : Aug 9, 2020, 12:44 PM IST

અમદાવાદ: હાલ કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકો મોત અને જીંદગી વચ્ચે જજુમી રહ્યાં છે, ત્યારે લોકોના ડરને કેટલાક લોકોએ વેપાર બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અગાઉ કોરોના વાઈરસની સારવાર માટે વપરાતા નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા. વાઈરસથી બચવા લોકો જે માસ્ક પહેરે છે, તેનો નકલી માસ્કનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે.

PCBને જાણકારી મળી હતી કે, સોનીની ચાલી પાસે આવેલા સુમેળ બિઝનેસ પાર્કમાં 3M 8210કંપનીના N-95ના નકલી માસ્ક વેચતા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે કંપનીના માણસો સાથે રેડ કરી હતી. જેના આધારે 309 નંબરની દુકાનમાંથી કંપનીના નકલી માસ્ક કબ્જે કર્યા હતાં.

કુલ 1780 નંગ માસ્ક જેની કિંમત 8,90,000 છે, તે કબ્જે કરીને 4 આરોપીની ધરપકડ કરી હતી. તમામ વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઇટનો ગુનો નોધીને કાર્યવાહી શરૂ કરી હતી. 1 આરોપી ફરાર છે, જેની શોધખોળ હાલ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details