ગુજરાત

gujarat

ETV Bharat / city

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે "ચીઅર ફોર ઇન્ડિયા" કેમ્પેઇનના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા - cheer for india

ચાલુ વર્ષે જુલાઈમાં ટોકિયો જાપાન ખાતે યોજાનારી ઓલિમ્પિક અને આપણા ભારત દેશમાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા #ચીઅર ફોર ઇન્ડિયા કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ભારતના જુદા-જુદા શહેરોમાં ઓલમ્પિક લોગો સાથેના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ રિવરફ્રન્ટ ઉપર સેલ્ફી પોઇન્ટ ઉભા કરી આ કેમ્પેનની શરૂઆત કરી હતી.

સાબરમતી
સાબરમતી

By

Published : Jul 10, 2021, 11:05 PM IST

Updated : Jul 11, 2021, 9:31 AM IST

  • ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા #ચીઅર ફોર ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું
  • અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ રિવરફ્રન્ટ ખાતે સેલ્ફી પોઈન્ટ ઉભા કર્યા અને સેલ્ફી લીધી
  • ખેલ મંત્રાલય દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવા કેમ્પેન શરૂ કરાયું

અમદાવાદ: 23 જુલાઇના રોજ ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક અને પેરા ઓલમ્પિક 2020 ગેમ્સમાં ગુજરાત રાજ્યના કુલ છ મહિલા ખેલાડીઓ થઈને ભાગ લેશે. ગુજરાત રાજ્ય માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. અગાઉ ગુજરાત રાજ્ય તરફથી હોકી ગેમ્સમાં ખેલાડી ગોવિંદરાવ સાવન્ત દ્વારા 1960માં ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવામાં આવ્યો હતો. કુસ્તી ગેમ્સ માટે શંકરરાવ થોરાટ દ્વારા પણ 1936માં ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું જય ભારત સાથે ગુજરાત માટે પણ એક ગૌરવની વાત છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે "ચીઅર ફોર ઇન્ડિયા" કેમ્પેઇનના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા

આ વર્ષે ગુજરાતની છ મહિલાઓ ઓલમ્પિકમાં પ્રતિનિધિત્વ કરશે

ઓલિમ્પિક ગેમ્સમાં પારુલ પરમાર, ભાવિના પટેલ, સોનલ પટેલ, અંકિતા રૈના, માના પટેલ, ઇલાવેનિલ વાલારીવાન આમ કુલ 6 મહિલાઓ ગુજરાત સહિત ભારતને ઓલમ્પિકમાં પ્રતિનિધિત્વ કરશે. આ તમામ ખેલાડીઓ સાથે ભારતની આશાઓ અને ગર્વની લાગણીઓ પણ જોડાયેલી છે.

Last Updated : Jul 11, 2021, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details