અમદાવાદઃ કોરોના વાઈરસને રોકવા માટે આપવામાં આવેલા લૉકડાઉન સંદર્ભે પોલીસ જવાનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જુદા જુદા ચેક પોઇન્ટ્સ ઉપર બંદોબસ્તમાં મુકવામાં આવેલ છે. કેટલાક યુનિટો તરફથી અસહ્ય ગરમીમાં પોલીસ જવાનોને વુલન બેઝ વાળી બેરેટ કેપના કારણે ફરજમાં અસુવિધા અનુભવાય છે.COVID-19 સંક્રમણ સંદર્ભે હાલમાં ગરમીથી રાહત મેળવવા માટે ફરજ પરના પોલીસ કર્મચારીઓને બેરેટ કેપના સ્થાને નેવી બ્લ્યુ અથવા ખાખી કલરની ગુજરાત પોલીસના લોગો સહિતની કેપ ઉપયોગમાં લેવાની પરવાનગી આપવામાં આવે છે. કોરોના સામે વધુ લડવા અદ્યતન સુરક્ષા કવચવાળી કિટ આપવામાં પણ આવી છે.
અમદાવાદઃ ETV ઈમ્પેકટ, પોલીસ જવાનોને PPE હેઠળ આપવામાં આવ્યા સુરક્ષાના સાધનો
ETV Bharat દ્વારા થોડા દિવસ પહેલા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેનું નામ “અમદાવાદમાં કોરોના સામે જંગ લડી રહેલી પોલીસ કેટલી સુરક્ષિત” કારણ કે, કોરોના સામે જંગ લડી રહેલી પોલીસ અસુરક્ષિત મહેસુસ કરી રહી હતી અને જેને લઈ સરકાર સુધી અવાજ પહોંચાડવો પણ ખુબજ જરૂરી હતો. જેના માટે થઈ ETV ભારતે અહેવાલ પ્રકાશિત કર્યો અને ત્યારબાદ આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પોલીસ જવાનનો જુસ્સો વધારવા તાકીદે પગલાં પણ લીધા હતા. જેને લઈ PPE હેઠળ કોરોના સામે જંગ લડવા જેકેટ અને અન્ય સાધન સામગ્રી આપવામાં આવી છે. જે પહેરી રોડ પર બંદોબસ્ત અને સુરક્ષા કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ETVના અહેવાલ બાદ તંત્ર અને પોલીસ સફાળું જાગ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા સાથે સંવાદદાતા પાર્થ શાહ દ્વારા ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં પોલીસ જવાનોની સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે, ઘણી જગ્યાએ કવોરેન્ટાઇન કરાયેલા લોકો ઘરથી સુરક્ષિત જગ્યા બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં માત્ર વર્દીમાં રહેવું કયાંક જોખમ ઊભું કરી શકે છે, ત્યારે આવી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની કિટ પહેરવી ફરજિયાત છે. જેને ધ્યાનમાં રાખી કોટ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની કિટ મોકલી આપી છે અને જ્યાં-જ્યાં પોલીસના પોઇન્ટ છે ત્યાં પણ જવાનોને કિટ પહેરીને ફરજ બજાવવા સૂચના આપી છે.
આઈસોલેશન વોર્ડમાં જ્યાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ પાસે બહાર પોલીસ કર્મચારીને રાખવા પડે છે વળી કયાંક કોઇ કિસ્સામાં જાણકારી ન હોય તેવા દર્દી અચાનક સામે આવી જાય છે. જેને લઈ પોલીસ કર્મચારીઓને પણ સંક્રમણ લાગી શકે છે એટલે તકેદારીનાં પગલાં રૂપે કોરોનાવાળા દર્દીની નજીક જવું હોય તો પણ સુરક્ષા કવચ સાથે પહેરવા પડે છે. તેવું અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.