ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો, ફ્રન્ટ લાઈન વોરિયર્સને અપાઈ રસી - અમદાવાદમાં કોરોના વેક્સિન

ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં હવે બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહેસુલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3 લાખ જેટલા વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે. રાજ્યના પોલીસવડા દ્વારા કોરોના રસી લઈને આ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે.

ETV BHARAT
ફ્રન્ટ લાઈન વોરિયર્સને અપાઈ રસી

By

Published : Jan 31, 2021, 3:10 PM IST

  • રવિવારથી કોરોના રસિકરણનો બીજા તબક્કો શરૂ
  • 3 લાખ ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસી અપાશે
  • રસી લીધા બાદ કોઈ આડઅસર જોવા ન મળી
    ફ્રન્ટ લાઈન વોરિયર્સને અપાઈ રસી

અમદાવાદઃ ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં હવે બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહેસુલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3 લાખ જેટલા વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે. રાજ્યના પોલીસવડા દ્વારા કોરોના રસી લઈને આ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે.

5 દિવસમાં તમામ પોલીસકર્મીઓને કોરોનાની રસી આપવાનું આયોજન

આજે રવિવારથી શરૂ થયેલા બીજા તબક્કાના 5 દિવસમાં તમામ પોલીસકર્મીઓને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 1 લાખ પોલીસ જવાનોને કોરોના રસી આપવામાં આવશે. હાલમાં કોઈ પણ પોલીસ અધિકારી , કે આઈએએસ અધિકારીને આડઅસર જોવા મળી નથી, જ્યારે 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.

રાજ્યના 579 કેન્દ્રો પર 33,193 વ્યક્તિને રસી આપવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા એક દિવસમાં એક લાખથી વધુ ફ્રન્ટ વોરિયર્સ અને હેલ્થ વર્કર્સને રસીકરણ આપવાનું સરકારનું મેગા આયોજન છે, જ્યારે 30 જાન્યુઆરીના રોજ રાજ્યના કુલ 579 કેન્દ્રો પર 33,193 વ્યક્તિને રસી આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 2,45,930 વ્યક્તિને એટલે કે 50 ટકા હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવી છે. આ રસીકરણમાં એક પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details