ગુજરાત

gujarat

ETV Bharat / city

સી-પ્લેન સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફરી શરૂ થાય તેવી સંભાવના - અમદાવાદ સી પ્લેન સર્વિસ

અમદાવાદથી કેવડીયા શરૂ થયેલી સી-પ્લેન સેવાઓ ઘણા વખતથી બંધ છે. સ્પાઇસ જેટના કર્મચારીઓનું કહેવું છે કે, કોરોનાના કારણે પ્લેનની સેવાઓ બંધ રહી છે. જે આગામી સપ્ટેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં શરૂ થાય તેવી સંભાવના છે. હાલ પ્લેન માલદીવમાં છે.

સી-પ્લેન સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફરી શરૂ થાય તેવી સંભાવના
સી-પ્લેન સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ફરી શરૂ થાય તેવી સંભાવના

By

Published : Aug 20, 2021, 5:54 PM IST

● સી-પ્લેનની સેવાઓ કોરોનાને લઈને બંધ

● હાલ માલદિવમાં છે પ્લેન

● સપ્ટેમ્બરમાં સેવાઓ પૂર્વવત થાય તેવી સંભાવના

ચોમાસામાં સી-પ્લેનનું ઓપરેશન અઘરૂ

અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે, જ્યારથી અમદાવાદ અને કેવડીયા વચ્ચે સી-પ્લેન સેવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારથી અનેકવાર આ સેવા બંધ રહી છે. તેમાં પ્લેનનું મેન્ટેનન્સ મોટું કારણ છે. ઉપરાંત ઓફ સીઝનમાં પર્યટકો નહીં મળવાનું પણ એક મોટું કારણ છે. તેવામાં પ્લેનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કોવિડ કીટ આપવી વગેરે આર્થિક રીતે મોંઘુ પડે તેમ છે. જો કે જાણકારો કહી રહ્યા છે કે, ચોમાસા દરમિયાન વરસાદ અને ધુમ્મસ વાળા વાતાવરણમાં કેવડીયા જેવા પહાડી વિસ્તારોમાં સી-પ્લેનનું ઉતરાણ કરવું અઘરું હોવાથી આ સેવા બંધ છે.

સી પ્લેન આગામી સપ્ટેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં શરૂ થાય તેવી સંભાવના
કેવડિયામાં પર્યટકોની ભીડ જામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રો-રો ફેરી અને સી-પ્લેનની સેવાઓ સતત ટેકનીકલ કારણોસર ખોટકાતી રહી છે. રજાઓમાં લોકો કેવડિયા જાય છે. તેમને ટ્રેન, એસ.ટી કે પર્સનલ વાહનમાં કેવડિયા જવું પડે છે. અમદાવાદથી સી-પ્લેનની સેવા બંધ હોવાથી લોકો નિરાશ થઈ રહ્યા છે. સી-પ્લેનમાં બેસીને કેવડિયા જવુ તે એક અદભુત અનુભવ છે. જો કે પેટ્રોલના વધતા ભાવ સાથે સી-પ્લેનની ટિકિટના ભાવ વધશે કે કેમ તે સમય જ બતાવશે. હાલ તો પ્લેનનું બુકિંગ પણ બંધ છે. અમદાવાદ રીવરફ્રન્ટ ખાતેની ઓપરેટિંગ ઓફિસમાં સ્પાઇસ જેટના કર્મચારીઓ પણ જોવા મળતા નથી. આ પણ વાંચોઃ કેવડિયા-અમદાવાદ સી-પ્લેન પૂર્વવત ક્યારે શરુ થશે? પ્રજા પૂછે છે!

આ પણ વાંચોઃ અમદાવાદ: મેન્ટનન્સના કારણે સી પ્લેનની સેવા અસ્થાઈ રૂપે બંધ કરાઈ

ABOUT THE AUTHOR

...view details