ગુજરાત

gujarat

ETV Bharat / city

રૂપાણી કેબિનેટનો મોટો નિર્ણય, 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહીં ખુલે, કેન્દ્રની ગાઈડલાઇન્સ મરજિયાત - શિક્ષણપ્રધાન

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-4માં 21 સપ્ટેમ્બરથી માતા-પિતાની પરવાનગી સાથે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળામાં માર્ગદર્શન મેળવવા જઈ શકશે તેવી જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં લઇને આજે રાજ્યના કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી કોઈપણ વિદ્યાર્થી માતા-પિતાની પરવાનગી લઈને પણ શાળાએ જઈ શકશે નહીં. જ્યારે કેન્દ્ર સરકારની ગાઇડલાઈન્સ મરજિયાત છે.

રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહી ખુલે, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મરજિયાત :  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહી ખુલે, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મરજિયાત : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

By

Published : Sep 16, 2020, 2:27 PM IST

ગાંધીનગર: રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની અનૌપચારિક શાળાઓ શરૂ થશે અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ વાલીઓની લેખિત મંજૂરી બાદ શાળામાં જઇને શિક્ષકોનું માર્ગદર્શન મેળવશે. જે બાબતે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગઢડા કરવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ છે. જેથી રાજ્ય પદ્મા 21 સપ્ટેમ્બરથી શાળા શરૂ નહીં કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે કોઇપણ વિદ્યાર્થી વાલીની પરવાનગી લઈને પણ શાળાએ જઈ શકશે નહીં. રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળા નહીં ખુલે.

રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહી ખુલે, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મરજિયાત : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અનૌપચારિક ગાઈડલાઇન્સમાં 21 સપ્ટેમ્બરથી શાળા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મરજિયાત હોવાનું રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે.

રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહી ખુલે, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ મરજિયાત : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

આમ, હવે 21 સપ્ટેમ્બરથી જે શાળાઓ ખોલવાની તૈયારીઓ છે. જેના ઉપર રાજ્ય સરકારે આજે પૂર્ણવિરામ મૂકીને રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળા નહીં ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details