- ઓનલાઇન વર્ગ બંધ હશે તેવી સ્કૂલો સામે DEO કચેરીની લાલ આંખ
- સ્કૂલોમાં DEO દ્વારા ચેકિંગ કરવામા આવી રહ્યું છે
- ઓનલાઇન વર્ગ બંધ હશે તો સ્કૂલને 10 હજારનો દંડ કરાશે
અમદાવાદ: રાજ્યમાં હવે ઓફલાઇન શિક્ષણ (schools reopening in gujarat) શરૂ થઈ ગયું છે. ત્યારે કેટલીક સ્કૂલો મનમાની કરી રહી છે, જેમાં હાલમાં સ્કૂલોમાં ઓફલાઇન વર્ગોશરૂ થતાં ઓનલાઇન વર્ગો (school online classes gujarat) બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોઈ વાલીએ હજુ સુધી DEO કચેરીએ ફરિયાદ કરી નથી. પરંતુ DEO દ્વારા સ્કૂલો સામે લાલ આંખ કરવામા આવી છે.
ઓનલાઇન ક્લાસ બંધ કર્યા હશે તેવી સ્કૂલો સામે થશે કાર્યવાહી
આ મામલે DEO દ્વારા તમામ સ્કૂલોમાં ચેકિંગ (checking by DEO in gujarat) કરવામાં આવી રહ્યું છે. સ્કૂલમાં કોઈ બેદરકારી થઈ હશે કે ઓનલાઇન વર્ગ બંધ કરવામાં આવ્યા હશે તો તેવી સ્કૂલો સામે DEO દ્વારાRTE નિયમ અનુસાર 10 હજાર રૂપિયાનો દંડ (Schools will be penalized in ahmedabad) કરવામાં આવશે. DEO દ્વારા સ્કૂલોમાં રુટિંગ ચેકિંગ કરવામાં આવતું હોય છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા છે.