અમદાવાદ : જ્યારે પ્રાથમિક શાળાના બાળકો માટે શાળાઓ શરૂ કરવામાં આવે તો તેઓ ચોક્કસ જ એકબીજાના સંપર્કમાં આવે અને કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા વધી જાય છે. વળી જો કોઈ બાળકને આ વાઇરસ લાગુ પડે તો તેને આઇસોલેટ રાખવો શક્ય નથી. ત્યારે સરકાર સામે અને શિક્ષણ જગત માટે કોરોના વાઈરસથી બચીને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તેને લઈને અસમંજસની સ્થિતિ છે.આવા સમયે ગુજરાતની વર્તમાન શિક્ષણ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ 9 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ચર્ચા કરશે.
આ ચર્ચામાં શાળાકીય અને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તે મુખ્ય વિષય રહેશે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં શાળાઓ ક્યારે શરૂ કરવી, કેવી રીતે કરવી, બાળકોને કોરોનાથી સલામત રાખવા શાળાઓ કેવી વ્યવસ્થા ગોઠવશે વગેરે મુદ્દાઓ છે. જો કે, વર્તમાનમાં કેટલીક ઓનલાઇન મીટીંગો થઇ છે.જેમાં શાળાઓ શરૂ થાય તો વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવું, હેન્ડ સેનિટાઈઝર રાખવું, તેમને હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરવા વગેરેને લઈને ચર્ચાઓ થઈ છે.
- શાળા સંચાલકો અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓ 9 જુલાઈના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ચર્ચા કરશે.
- શાળાકીય અને શૈક્ષણિક કાર્ય કેવી રીતે શરૂ કરવું તે મુખ્ય વિષય રહેશે.
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શાળામાં ખૂબ મુશ્કેલ છે.
- ઓનલાઇન અને પ્રસાર માધ્યમોથી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
- તેને લઈને વાલીઓ અને શાળાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.