- કોલેજના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે સ્કોલરશીપ આપવામાં આવી
- નિશ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી સ્કોલરશીપ
- અત્યાર સુધી 38 વિધાર્થીઓએ લાભ લીધો
નિશ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા વિધાર્થીઓને કરોડો રૂપિયાની સ્કોલરશીપ અપાઈ - Gujarat Law Society
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પૂર્વ વિધાર્થીઓને નિશ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપ આપવામાં આવી હતી. વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુથી સ્કોલરશીપ આપવામાં આવે છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં 45 લાખ રૂપિયાની સહાય કરવામા આવી છે જેનો 38 વિધાર્થીઓએ લાભ લીધો છે. આ ઉપરાંત પૂર્વ વિધાર્થીઓને રૂપિયા 6 કરોડથી વધારેની સ્કોલરશીપ આપવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પૂર્વ વિધાર્થીઓને નિશ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપ આપવામાં આવી હતી. વિધાર્થીઓને સારામાં સારૂ શિક્ષણ મળી રહે તે હેતુથી આ સંસ્થા છેલ્લા 17 વર્ષથી કામ કરી રહી છે. જે વાલીઓની વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોય તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ત્યારે હાલમાં 5 વિધાર્થીઓને 5 લાખથી વધુ રકમની સ્કોલરશીપ આપવામાં આવી છે. જેમાં આગામી સમયમાં વધુમાં વધુ વિધાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.