- સરકારે વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્યને આપેલો જવાબ
- કુલ-5.03 કરોડ માસ્કની ખરીદી માટે 41.29 કરોડ રૂપિયાનો થયો ખર્ચ
- માસ્કની ખરીદી કેરળની કંપની પાસેથી થઈ
અમદાવાદઃ સરકારને વિધાનસભામાં ઘેરવા માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાને મહામારીને લઇને કરવામાં આવેલી કામગીરી પર સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે કોરોનાની મહામારી લોકોને રાહતના ભાવે માસ્ક આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ રજૂ કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યું કે, N95 માસ્ક 180 રૂપિયામાં તથા થ્રી લેયર માસ્ક 20 રૂપિયામાં ખરીદી કરાયા છે અને N95 માસ્ક 5 રૂપિયામાં અને થ્રી લેયર માસ્ક 1 રૂપિયામાં મળે છે.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ
સરકારે કુલ-5.03 કરોડ માસ્ક માટે 41.29 કરોડનો ખર્ચ કર્યો
હર્ષદ રિબડીયાએ વિધાનસભામાં તપાસની માંગણી કરતા કહ્યું હતું કે, સરકારે કુલ-5.03 કરોડ માસ્ક માટે 41.29 કરોડનો ખર્ચ કર્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ 31 માર્ચ 2021ની સ્થિતીએ છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્ય સરકારે કંઈ કંપની પાસેથી કેટલા માસ્કનો જથ્થો ક્યા ભાવે ખરીદ્યો છે? અને તે પેટે કેટલી રકમ ચૂકવી છે. જેના પ્રત્યુતરમાં નાયબ મુખ્યપ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે, 21 કંપની પાસેથી 4 કરોડ 50 લાખ 99 હજાર 700 નંગ થ્રી લેયર માસ્ક ખરીદ્યા છે. તેમાં 6.25 લાખ માસ્ક 20 રૂપિયા લેખે ખરીદવામાં આવ્યા છે. 7.50 લાખ માસ્ક 8 રૂપિયા લેખે, તથા 9 રૂપિયા લેખે તેમજ 2.50 લાખ માસ્કની ખરીદી કરવામાં આવી છે. થ્રી લેયર માસ્ક ખરીદી માટે 28 કરોડ 35 લાખ 97 હજાર 285 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.