- અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત
- બીજી ટર્મમાં મેયર પદ માટે મહિલા અનામત
- સામાન્ય ઘરમાં રહેતા કિરીટ પરમારનું નામ મેયરપદ માટે ચર્ચામાં છે
અમદાવાદઃ શહેરમાં ભાજપના અગ્રણીઓ હાલ મોટી બહુમતી મળ્યા બાદ એક સામાન્ય વ્યક્તિ પણ મેયરપદ મેળવી શકે છે એવો મેસેજ આપશે એવું માનવામાં આવી રહ્યું છે. પાર્લમેન્ટરી બોર્ડ અને વરિષ્ઠ નેતાઓ હવે અમદાવાદ મેયર માટે અલગ-અલગ સમીકરણ ચેક કરી રહ્યા છે, જેમાં હાલ પૂર્વ વિસ્તારમાં એકદમ સામાન્ય ઘરમાં રહેતા કિરીટ પરમારનું નામ મેયરપદ માટે ચાલી રહ્યું છે. તેઓ 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. સામાન્ય ગરીબ પરિવારમાં આજે પણ રહે છે, જેમને મેયર બનાવીને ભાજપ સામાન્ય વ્યક્તિ પણ ભાજપનો મેયર બની શકે છે એવો મેસેજ આપવા માગે છે.