અમદાવાદ જો તમે ATM મશીનમાં રૂપિયા ઉપડવા જાવ અને રૂપિયા નીકળે નહીં તો સાવધાન થઇ જજો. કારણકે ATM મશીનમાં રૂપિયા નીકળવાના સ્લોટમાં એક ખાસ પ્રકારની હાથ બનાવટની ચિપ મુકેલી હશે અને આ ચિપના લીધે તમારા રૂપિયા નીકળશે નહીં. બાદમાં કેટલાક ઠગ લોકો આ ચિપ કાઢીને તમારી મહેનતની કમાણીને ગણતરીની મિનિટોમાં ATMમાંથી કાઢી લેશે.
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચે દ્વારા 3 ઠગની ધરપકડ કરી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી સાયબર ક્રાઇમની ગિરફતમાં આવેલા આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓએ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATM માં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતાં. આ તમામ લોકોની મોડેસ ઓપરેન્ડીની જો વાત તમે સાંભળશો તો ચોકી ઉઠશો. સાયબર ક્રાઇમના ચોપડે અશોક સિંહ નામનો મુખ્ય આરોપી જે ફરાર છે તેણે સાયબર ક્રાઇમની ગિરફતમાં આવેલા ત્રણેય આરોપીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી હતી. જેમાં એલ્યુમિનિયમના ધાતુવાળી વાય આકારના ચીપિયા બનાવ્યા હતાં.
આ ચિપિયા ATM મશીનમાંથી જે જગ્યા પરથી પૈસા નીકળે ત્યાં મૂકી દેવામાં આવતા હતાં. જ્યારે ATM ધારક પોતાનું એટીએમ કાર્ડ લઈને મશીનમાં નાખે અને પાસવર્ડ એન્ટર કરે અને પૈસા નીકળવાનો અવાજ પણ આવે અને પૈસા બહાર નીકળે નહીં. ત્યારે આ એલ્યુમિનિયમ ચિપિયાની અંદર તમામ રોકડ રકમ ફસાઈ જતી હોય છે અને ગ્રાહક એટીએમ મશીનમાંથી બહાર જતો રહે છે. બાદમાં થોડા સમયમાં જ આ ગેંગ એટીએમમાં પ્રવેશ કરી આ ચિપિયાને બહાર કાઢીને ચિપિયામાં ભરાયેેલા રૂપિયા બહાર કાઢીને ફરાર થઇ જાય છે.
આ પણ વાંચો Thief Terror in Ahmedabad: AMTSનો પૂર્વ કંડક્ટર બન્યો ATM ચોર, પોલીસે આ રીતે ઝડપી પાડ્યો, જુઓ
સાવ સામાન્ય ભણેલાં છે આરોપી અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચ એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કે જેમણે વગર પાસવર્ડ એટીએમ મશીનમાંથી રૂપિયા કાઢી નાખ્યા છે. રોહિત સિંગ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી અશોકસિંહ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપીઓમાંથી રોહિત સિંગ માત્ર સાત ધોરણ સુધી ભણેલો છેે. બીજો આરોપી વિમલ પાલ BSC સુધીનો અભ્યાસ કરેલો છે અને ધીરેન્દ્ર કુમાર પાલ 09 ધોરણ સુધી ભણેલો છે.
આ પણ વાંચો ના હોય, ATMથી પણ છેતરપિંડી થઈ શકે!, પોલીસે કર્યો પર્દાફાશ
SBI એટીએમમાંથી જ ઉઠાંતરીઅમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ પ્રકારની પૈસાની ઉઠાંતરી દરેક એટીએમમાં થઈ શકે છે. પરંતુ આ ગેંગ દ્વારા માત્ર ને માત્ર SBI બેંકના એટીએમનેજ નિશાન બનાવતા હતાં. તેનું એક માત્ર કારણ એ પણ આરોપીઓએ જણાવ્યું કે SBI બેંકના એટીએમની બહાર કોઈ સિક્યોરિટી વર્ડ તહેનાત રહેતો નથી. જેના કારણે આરોપીઓ ખૂબ જ સરળતાથી પોતાના કામને અંજામ આપી શકતા હતાં.
મુખ્ય આરોપીને પકડવા તજવીજઆ ગેંગ દ્વારા છેલ્લા બે મહિનામાં ઉત્તરપ્રદેશથી ટ્રેન મારફતે આવી અને શહેરની સામાન્ય હોટલોમાં રોકાઈને શહેરના લગભગ 40 જેટલા SBI ના એટીએમમાંથી કુલ 92000 રોકડની ઉઠાંતરી કરેલા હોવાનું કબુલ્યું છે. ત્યારે હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરાર એવા મુખ્ય આરોપી અશોકસિંહની ધરપકડ કરવા માટે મથામણ કરી રહી છે. આ ગેંગે ગુજરાતના અન્ય બીજા ક્યાં ક્યાં શહેરોમાં અને ભારતના બીજા ક્યાં ક્યાં રાજ્યોમાં જઈને ATM મશીનમાંથી ઉઠાંતરી કરી છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. New modus operandi of fraud ,SBI બેન્કના ATM ,SBI Bank Security Guard , Ahmedabad Cyber Crime Branch ,ATM fraud case 2022 SBI Bank ATM , ઠગાઈની નવી મોડસ ઓપરેન્ડી ,એસબીઆઈ બેન્ક એટીએમ , એસબીઆઈ બેન્ક સિક્યોરિટી ગાર્ડ ,અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચ ,એટીએમ ઠગાઈ કેસ 2022