અમદાવાદગુજરાતમાં ફરી અનેકવાર પેપરલીક કાંડ (Gujarat Exam papers leaked Incidents) બન્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની ઘટના (Saurashtra University Paper leak incident ) બની છે. ત્યારે ગુજરાતના કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ( Gujarat Congress Chief Spokesperson) મનીષ દોશીએ પેપર લીક કાંડ મામલે એક મહત્વનું નિવેદન (Congress Spokeperson Reaction on BJP) આપ્યું છે. ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના, સરકારી ભરતી માટેની પ્રક્રિયાના (Procedure for Recruitment) પેપરો ફૂટવાની ઘટના પણ વારંવાર બની રહી છે.
ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના, સરકારી ભરતી પેપરો ફૂટવાની ઘટના પણ વારંવાર બની રહી છે. વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે આ પેપર લીકના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. માનસિક ત્રાસ અનુભવે છે અને મહેનત કરીને પરીક્ષા ખંડ પણ પહોંચે. બારોબાર પરીક્ષાના પેપરો મેળવી લેવાતા હોય છે. આવી રીતે સરકારી ભરતી પ્રક્રિયાના પેપરો પણ ફૂટતાએ ભાજપાની હવે ઓળખ બની ચૂકી છે.
વારંવાર પેપરો ફૂટવાની ઘટના અને કૌભાંડો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Comના અને BBAના પેપર લીક (Saurashtra University BCom and BBA Paper Leak) થવાનો જે મામલો સામે આવ્યો છે. તે ખરેખર ગંભીર અને ચિંતાનો વિષય છે. આ માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નથી બન્યું, પરંતુ આની અગાઉ વડોદરા યુનિવર્સિટીનું SP યુનિવર્સિટીનું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આવા વારંવાર પેપરો ફૂટવાની ઘટના અને કૌભાંડનો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ભાજપાનો ભ્રષ્ટ એવો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની રહ્યું છે. એને હું પૂછવા માગું છું કે તમે ક્યાં મોઢે ગૌરવ યાત્રા (BJP Gaurav Yatra) કાઢો છો? શું વારંવાર ગુજરાતના શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રમત રમાય એના ગૌરવને લઈને યાત્રા કાઢો છો?
વિદ્યાર્થીઓ ભાજપાના ભ્રષ્ટ શાસનથી હેરાનગતિસરકારી ભરતીની અંદર જે આખી સુનિયોજિત કૌભાંડ થાય છે. વારંવાર જે સરકારી ભરતીની પ્રક્રિયા છે અને પેપરો લેખિત થાય છે. શું એનું ગૌરવ લઈને ગુજરાતના ગામેગામ જઈ રહ્યા છે. આનો જવાબ પણ ભાજપાની ભ્રષ્ટ સરકારે આપવો પડશે. ગુજરાતના યુવાનો હોય કે વિદ્યાર્થીઓ ભાજપના ભ્રષ્ટ શાસનથી અને સત્તાધીશોના પાપે જે હેરાનગતિનો સામનો આજે કરી રહ્યા છે. તેનો જવાબ ગુજરાતને આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓ અને યુવાનો આપશે.