અમદાવાદ રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સતીષ વર્માને પગના ઓપરેશન સમયે ડોક્ટર્સની બેકાળજીના કારણે ભૂલથી તેમના ડાબો પગ સહેજ ટૂંકો થઇ ગયો છે અને તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી તેવી એક અરજી સતીષ વર્મા દ્વારા હાઇકોર્ટમાં અરજી ( Satish Verma got relief in Gujarat High Court ) કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનું અવલોકન કરતા જણાવ્યું છે કે ડોક્ટર્સ દ્વારા ભૂલ તો થઈ છે અને તે ભૂલને નકારી શકાય નહીં ( Negligence in operation by doctors not be excused )તેથી કોઈ પણ ડોક્ટર્સને આ બાબતે રાહત મળી શકતી ( Gujarat High Court rejected plea of doctors ) નથી.
શું છે કેસ આ કેસની વિગત જોઈએ તો 1986 બેંચના આઈપીએસ અધિકારી સતીષ વર્મા જ્યારે ઇશરત જહાં એન્કાઉન્ટરની તપાસ કરી રહ્યા હતાં ત્યારે તે સમયે તેમને થાપામાં ફ્રેક્ચર થયું હતું. તેઓને અમદાવાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જેમાં બે ઓર્થોપેડીક સર્જન જ્યોતિન્દ્ર પંડિત અને ડો. રીકીન શાહે 2012માં ઓપરેશન કર્યું હતું.
ઓપરેશન બાદ પગમાં ખોડ આવી પરંતુ ઓપરેશન બાદ સતીશ વર્માને પોતાના ડાબી બાજુ સહેજ ઝુકીને ચાલવું પડતું હતું અને બેલેન્સ જાળવવામાં પણ મુશ્કેલી અનુભવતા હતાં. તેથી સતીશ વર્માએ એક અન્ય ડોક્ટરની સલાહ લેતા એવું જાણવા મળ્યું કે સર્જરી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને તેઓને આ ચાલવાની તકલીફથી બચવા માટે વધુ એક ઓપરેશન કરાવવું પડશે.
ડોક્ટર્સ દ્વારા સતીષ વર્મા સામે અરજી કરવામાં આવી આની સાથે જ સતીશ વર્માએ ભારતીય ફોજદારી ધારાની કલમ 338 મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. અને તેમાં તબીબોની બેકાળજીથી તેમને જીવનભર શારીરિક ક્ષતિ રહી ગઇ છે તેવું જણાવ્યું હતું. આ બાદ સમગ્ર કેસ ( Satish Verma got relief in Gujarat High Court ) કોર્ટમાં પહોંચતા ડોક્ટર્સ દ્વારા સતીષ વર્મા સામે અરજી ( Gujarat High Court rejected plea of doctors ) કરવામાં આવી હતી જેમાં કહ્યું હતું કે અમે દર્દીના સગાસંબંધી અને તેમની મરજીથી સંમતિપત્ર ઉપર સહી લઈને જ આગળની ઓપરેશન કરતા હોઈએ છીએ. તેથી તેમના પર જે ફરિયાદ કરવામાં આવી છે તે બિલકુલ ખોટી છે.
ગુજરાત હાઈકોર્ટે તબીબોની અરજીને ફગાવીઆ સમગ્ર મામલે સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે તબીબોની અરજીને ફગાવી દીધી ( Gujarat High Court rejected plea of doctors ) છે. આ મામલે હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ફક્ત દર્દીએ કે તેમના સંબંધીઓએ ઓપરેશન માટે સંમતિ આપી છે અને જોખમ સ્વીકાર્યું છે, તેનાથી ડોક્ટર્સથી થયેલી બેકાળજી કે ભૂલને રક્ષણ ( Negligence in operation by doctors not be excused ) મળી શકે નહીં. હાઈકોર્ટે જણાવ્યું કે દદીએ જે સંમતિ આપી છે તે ઓપરેશન માટેની છે અને એવું તે માને છે કે ડોક્ટર્સ તેની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ આ ઓપરેશન પુરું કરશે. જો ઓપરેશન નિષ્ફળ ગયું હોય તો અન્ય પ્રશ્ન હતો. પરંતુ જે રીતે ઓપરેશનમાં ક્ષતિ રહી ગઇ અથવા બેકાળજી દર્શાવાઈ છે તેના માટે ડોક્ટર્સને કોઈ રક્ષણ મળી શકે નહીં. દર્દીઓની ઓપરેશન માટે સંમતિએ ડોક્ટર્સની બેકાળજી કે ભૂલ સામે સુરક્ષા આપી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટના આ મહત્વના અવલોકન સાથે જ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.