અમદાવાદ: શહેરમાં થોડા સમય અગાઉ કંપનીમાં ગાડી મુકવાના બહાને અન્ય વ્યક્તિ પાસે ગિરવે મૂકીને છેતરપિંડી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેવાતા PI પી. ડી. દરજીને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના બે કોન્સ્ટેબલના નામ પણ ચર્ચાઈ રહ્યા છે પરંતુ બંને કોન્સ્ટેબલ સામે હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
અમદાવાદમાં સેટેલાઇટ છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલને બચાવવાના પ્રયાસ..? - Crime news of Ahmedabad
અમદાવાદમાં ગાડી ગીરવે મૂકવા અંગેના કથિત કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલની સંડોવણી મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

અમદાવાદ: સેટેલાઇટ છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલને બચાવવાના પ્રયાસો
હવે આ મામલાની તપાસ ACP કક્ષાના અધિકારી દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલની સંડોવણી હોવાની પણ વાત સામે આવી છે.પરંતુ ઉચ્ચ અધિકારીઓની ભલામણના પગલે આ મામલે મૌન રાખવામાં આવ્યું છે અને બંને વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.