અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. તે તૌ સૌ જાણે જ છે, પરંતુ જ્યારથી આ સ્ટેડિયમનું નવું નામકરણ (Protest for Narendra Modi Stadium Naming) થયું છે. ત્યારથી આ સ્ટેડિયમ નામના કારણે વિવાદમાં જોવા (Narendra Modi Stadium name controversy) મળી રહ્યું છે. કેટલીક વાર વિપક્ષે પણ સ્ટેડિયમનું નામ બદલવા વિરોધ દર્શાવ્યો હતો. તો હવે સરદાર સન્માન સંકલન સમિતિએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ કરવા અભિયાન (Sardar Coordinating Committee Campaign) શરૂ કર્યું છે.
આ પણ વાંચો-હાર્દિકભાઈ જોરદાર.... ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને ચટાડી ધૂળ
કોંગ્રેસનો ટેકો -આ પાટીદાર સમિતિની બેઠક અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ (Sardar Patel Memorial) ખાતે પૂર્વ પ્રધાન અને સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ઈન્દ્રવિજય ગોહિલ, હરિ દેસાઈ, કૉંગ્રેસ પ્રવક્તા ગીતા પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આંદોલન 1 મેએ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ કરમસદથી શરૂ થયું છે. તો આગામી સમયમાં 12 જૂને સરદાર પટેલના વતન કરમસદથી રેલી નિકળી 13 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચીને વિરોધ (Protest for Narendra Modi Stadium Naming) નોંધાવાશે.