અમદાવાદઃ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાએ (Sarasvati Vidya Mandir School in Controversy) ગુજરાત હાઈકોર્ટના હુકમનું પાલન (Violation of order of Gujarat High Court) ન કરતા હવે આ શાળા મુશ્કેલીમાં મુકાઈ છે. આ શાળાએ ગુજરાત હાઈકોર્ટના હુકમનું ઉલ્લંઘન કરીને શાળામાં બાંધકામ આગળ વધાર્યું હતું. એટલે ગુજરાત હાઈકોર્ટે શાળાના આચાર્ય સામે ચાર્જફ્રેમની (Chargeframe against the principal of Saraswati Vidya Mandir School) કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
મામલો પહેલા સિવિલ કોર્ટમાં હતો - આ સમગ્ર મામલો પહેલા સિવિલ કોર્ટમાં ચાલુ હતો. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી નીચલી અદાલતનો ચૂકાદો ન આવે. ત્યાં સુધી શાળાનું બાંધકામ ન કરવું અને જો બાંધકામ કરવાનું થાય તો સક્ષમ અધિકારીની મંજૂરી લઈને અને તેમના નિર્દેશ પ્રમાણે શાળા સંચાલકો દ્વારા બાંધકામની પ્રક્રિયા આગળ ધરવામાં આવે, પરંતુ શાળાના અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટના હુકમને ઘોળીને પી ગયા હતાં. શાળાએ અધિકારીની મંજૂરી વિના જ (Violation of order of Gujarat High Court) સ્કૂલનું બાંધકામ ફરી શરૂ કરતા હવે આ શાળાના આચાર્ય મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી.
આચાર્યએ કોર્ટમાં રજૂ કર્યો જવાબ - આ સમગ્ર મામલે ચીફ જસ્ટિસની ખંડપીઠે આચાર્યને સવાલ પૂછ્યા હતા અને કહ્યું હતું કે, કોર્ટના નિર્દેશ છતાં પણ બાંધકામ આગળ વધારવામાં કેમ આવ્યું. તો આ મામલે શાળાના આચાર્યની કોર્ટ સમક્ષ રજૂઆત હતી કે, શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે તેમણે ફાયરસેફ્ટીની તમામ કામગીરી કરી દીધી હતી અને ત્યારબાદ જ બાંધકામ આગળ વધારવામાં આવ્યું છે.