અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી સમગ્ર દેશમાં સાંસદો દ્વારા ખેલ સ્પર્ધાનું (Sansad Khel Spardha) આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ક્રિકેટ, વૉલીબોલ અને કબડ્ડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. તો લોકસભા વિસ્તારમાં આવતા રહેણાંક વિસ્તારોમાંથી યુવાનોની ટીમો બનાવીને પરસ્પર આ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
સાંસદ હસમુખ પટેલે મેચોનું કર્યું આયોજન - ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે (Ahmedabad East Lok Sabha MP Hasmukh Patel) વટવા ખાતે બીબીપરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે 8થી 10 જૂન સુધી ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ મેચો યોજવામાં આવશે. સાથે જ તેમણે વિવિધ વિધાનસભા વિસ્તારના 6 ગ્રાઉન્ડ ખાતે લીગ મેચોનું પણ આયોજન કર્યું હતું.
1થી 10 જૂન સુધી સ્પર્ધાઓ ચાલી -1 જૂનથી શરૂ થયેલી સાંસદ ખેલ સ્પર્ધામાં (Sansad Khel Spardha) અમદાવાદ પૂર્વે લોકસભા વિસ્તારમાં 275 જેટલી વિવિધ ટીમોના 2,835 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો આજે (10 જૂને) વટવાના બીબીપુરા ગ્રાઉન્ડ ખાતે તેના સમાપન સત્રમાં (Closing Ceremony of MP Sports Competition) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર, રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ પૂર્વ વિસ્તારના ધારાસભ્યો, શહેરના મેયર કિરીટ પરમાર, સાંસદ કિરીટ સોલંકી, શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ભાજપ યુવા મોરચા અધ્યક્ષ વગેરે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો જુસ્સો વધારશે તેમ જ ઈનામ વિતરણ કરશે.