સંજીવ ભટ્ટ NDPS કેસ : વીડિયો કોંફરેન્સથી સુનાવણી ન કરવા મુદ્દે હાઈકોર્ટ ચૂકાદો આપી શકે - સીઆઇડી ક્રાઇમ
વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની પાલનપુર ડિસ્ટ્રીકટ કોર્ટમાં વીડિયો કોંફરેન્સ ટ્રાયલના આદેશને રદ કરી ફિઝિકલ સુનાવણી દરમિયાન કેસ ચલાવવા માટે દાખલ કરાયેલી અરજીમાં પર ગુજરાત હાઈકોર્ટ 16મી સપ્ટેમ્બરના રોજ ચૂકાદો આપે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સંજીવ ભટ્ટ NDPS કેસ
અમદાવાદઃ સંજીવ ભટ્ટ તરફથી NDPS કેસમાં પાલનપુર સ્પેશિયલ કોર્ટ દ્વારા વીડિયો કોન્ફરેન્સથી કેસ ન ચલાવવા અંગે કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે તેમના પાસેથી લેખિતમાં માગ્યું હતું કે આ સમયગાળા દરમિયાન એ અન્ય કોઈ જામીન અરજી દાખલ કરશે નહીં. સંજીવ ભટ્ટ તરફથી આ મુદ્દે સોગંદનામું રજૂ કરાયા બાદ હવે બંને પક્ષની દલીલ પૂર્ણ થતાં કોર્ટે આ કેસને ચૂકાદા માટે રાખ્યો છે.