- કોરોના સંક્રમિત 250 કરતા વધુ રેલ પરિવારોને મદદ કરી ચુક્યા છે-સંજય સૂર્યાબલી
- સમગ્ર ભારતમાં અમદાવાદ રેલવે મંડળ પર શરૂ કરાયું એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ
- રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થયા
- કોવિડ સંક્રમિત ક્રિટિકલ રેલવે કર્મીઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ
અમદાવાદ: 2020માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કોરોના કેસ આવવાની શરૂઆત થઇ અને સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું. આ દરમિયાન નાગરિકો માટે રેલવે સુવિધાઓ પણ બંધ રહી. પરંતુ પરપ્રાંતીઓને પોતાના વતન મોકલવામાં અને માલસામાનની હેરફેરમાં રેલવે કર્મચારીઓ સતત કામ કરતા રહ્યા છે. રેલવે એક મોટું જાહેર સાહસ હોવાથી તેના કર્મચારીઓ પણ રેલવે કોલોનીઓમાં રહે છે. તેઓ જે-તે શહેરમાં આવેલા હોય છે, ત્યારે રેલવે કર્મચારીઓ પણ પોતાની ફરજ દરમિયાન સંક્રમિત થતા હોય છે. તેમના પરિવારના લોકો પણ સંક્રમિત થતા હોય છે.
આ પણ વાંચો:ધુળેટી રમવા પર પ્રતિબંધ થતાં કલર અને પિચકારીના હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની
રેલ કર્મચારીઓ માટે શરૂ કરાઇ હતી 'એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ'
જ્યારે નાના કર્મચારી સંક્રમિત થાય અને હોસ્પિટલમાં દાખલ થાય, ત્યારે હોસ્પિટલનું બિલ સામાન્ય રીતે લાખોમાં થતું હોય છે. ત્યારે નાના કર્મચારીઓને લઈને રેલવે દ્વારા 'ડાયરેક્ટ પેમેન્ટ સિસ્ટમ' શરૂ કરવામાં આવી હતી. આ માટે સંજય સૂર્યાબલીએ વેસ્ટર્ન રેલવેના અમદાવાદના ડિવિઝનલ મેનેજર દિપક કુમાર ઝાને રજૂઆત કરી હતી. ભારતીય રેલવેમાં સૌપ્રથમ વખત 'એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ' અમદાવાદમાં શરૂ કરાઇ હતી. જે અંતર્ગત જો રેલવેનો કોઇપણ કર્મચારી કોરોનાગ્રસ્ત થાય અને ક્રિટિકલ હોય કે, જેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે. તો તે અંગે હોસ્પિટલના થનારા કુલ ખર્ચનો એસ્ટીમેટ મેળવી લેવાતો હતો. જેની પૂરી રકમ તે કર્મચારીના ખાતામાં એડવાન્સ જમા થઈ જતી.
250થી વધુ કોરોનાગ્રસ્ત કર્મચારીઓની મદદ કરી ચુક્યા છે-સંજય
250થી વધુ કોવિડ ઇન્ફેકટેડ રેલવે કર્મચારી કે તેમના પરિવારજનોની સંજય સૂર્યાબલીએ રૂબરૂ હોસ્પિટલમાં જઇને મુલાકાત લીધી છે. તેમને આશ્વાસન અને હિંમત આપ્યા છે. એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અંતર્ગત હોસ્પિટલના 02 લાખથી લઈને 20 લાખ સુધીના બિલ પણ આવ્યા છે. જેની ચુકવણી રેલવે દ્વારા કરવામાં આવી છે. 19 જાન્યુઆરી, 2019ના રોજ કોવિડ કેસ ઘટતા આ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરી કોરોનાની લહેર જોતા સંજયની રજૂઆતથી ફરીથી છેલ્લા અઠવાડિયાથી આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હાલ 06 જેટલા રેલકર્મી અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં એડમિટ છે. સંજય તેમની રોજ મુલાકાત લે છે.
આ પણ વાંચો:પાટણમાં પટોળાના ઉદ્યોગ પર કોરોનાની માઠી અસર