વિરમગામઃ સમગ્ર દેશમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશવાસીઓ અલગ અલગ રીતે ગાંધી જયંતી નિમિત્તે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલી આપે છે, ત્યારે વિરમગામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો હતો. યુવાનો દ્વારા ગોલવાડી દરવાજા પાસે સાફ-સફાઈ કરવામાં આવી હતી.
વિરમગામ: ગાંધી જયંતી નિમિત્તે ABVP દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો - અમદાવાદ ન્યુઝ
વિરમગામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો હતો. યુવાનો દ્વારા ગોલવાડી દરવાજા પાસે સાફ-સફાઈ કરાવામાં આવી હતી.
virmgam abvp
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવકો દ્વારા ગોલવાડી દરવાજા પાસે આવેલી સ્કૂલમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સાફ-સફાઈ કરી હતી, તેમજ એ.બી.વી.પીના કાર્યકરોએ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.
યુવાનોએ ગાંધીજીના વિચારો અને લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.