અમદાવાદઃ સાણંદમાં વર્ષ 2018માં થયેલા ત્રિપલ મર્ડર મામલે (Sanand Triple Murder Case)આજે મિરઝાપુર કોર્ટે આરોપીને સજા ફટકારી છે. આ ગુનાના આરોપી હાર્દિક ચાવડાને કોર્ટે ફાંસીની સજા (Sanand Triple Murder Case Judgment) સંભળાવી છે. જ્યારે મૃતક વિશાલના પરિવારને 10,00,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. જ્યારે સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Sanand Triple Murder Case: મિરઝાપુર કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી, મૃતકના પરિવારને ચૂકવાશે 10 લાખનું વળતર - સાણંદ ત્રિપલ મર્ડર કેસ ચુકાદો
સાણંદમાં વર્ષ 2018માં થયેલા ત્રિપલ મર્ડર મામલે (Sanand Triple Murder Case) આજે કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. મિરઝાપુર કોર્ટે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને સજા (Sanand Triple Murder Case Judgment) સંભળાવી છે.
Sanand Triple Murder Case: મિરઝાપુર કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી, મૃતકના પરિવારને ચૂકવાશે 10 લાખનું વળતર
આ પણ વાંચો-Woman lawyer beaten by police : પીડિતા મહિલા વકીલની આપવીતી પોલીસે ઢોરમાર માર્યો અને બિભત્સ ગાળો આપી
આરોપીએ બહેન, બનેવીને પેટમાં મારી હતી છરી -આરોપી હાર્દિક ચાવડાએ બહેન, બનેવીને પેટમાં છરી મારી તેમની હત્યા કરી હતી. આ હત્યા દરમિયાન ગર્ભવતી બહેનના પેટમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થયું હતું.