ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાનની કર્તવ્યનિષ્ઠતાને સલામ : સી.આર.પાટીલ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરામાં જ્યારે જાહેરસભા સંબોધનતા હતા તે દરમિયાન તેમની તબિયત ખરાબ થઇ હતી અને તેઓ સ્ટેજ પર જ પડી ગયા હતા.ત્યારે સી.આર.પાટીલને આ વાતની જાણ થતા તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તબીય પુછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

જપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
જપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

By

Published : Feb 15, 2021, 7:46 AM IST

  • ભાજપ પ્રદેશ પ્રમુખની અમદાવાદના શાહીબાગમાં સળંગ ત્રીજી સભા
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 11 રાજસ્થાની સમાજના વ્યકતીઓને ભાજપે ટિકિટ આપી
  • રામમંદિર માટે 1,521 કરોડ રૂપિયા એકત્ર થયા

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ છેલ્લા કેટલાક દિવસથી મોટા શહેરોમાં એક જ દિવસમાં ત્રણ-ત્રણ સભાઓ કરી રહ્યા છે. ભાવનગર, જામનગર, બાદ વડોદરામાં પણ સભા યોજવામાં આવી હતી. જેમાં વડોદરાના નિઝામપુરા ખાતેની ત્રીજી અને છેલ્લી સભામાં મુખ્યપ્રધાનની તબિયત લથડી પડતા તેઓ ચાલુ ભાષણે જ સ્ટેજ ઉપર ફસડાઈ પડયા હતા.

સી.આર.પાટીલની ત્રણ સભા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અમદાવાદ ખાતે ત્રણ સભાઓ સંબોધી હતી. જેમાં પહેલી સભા દરિયાપુર ખાતે, બીજી સભા નિકોલ ખાતે અને ત્રીજી સભા રાજસ્થાની બહુમત વસ્તી ધરાવતા શાહીબાગ ખાતે સંબોધી હતી. શાહીબાગ અને તેની આસપાસના વિસ્તારમાં રાજસ્થાનના લોકો વસે છે. જ્યાં રાજસ્થાની સમાજ દ્વારા સી.આર.પાટીલનું સ્વાગત કરાયું હતું. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, વડોદરામાં સભાનું સંબોધન કરતી વખતે મુખ્યપ્રધાનની તબિયત લથડી હતી, પરંતુ તેમની તબિયત હવે સ્થિર છે. તેમના શરીરમાં ગ્લુકોઝ ઘટાડો હતો અને અત્યારે તેમને યુ.એન.મેહતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાનની તબિયત લથડી
મુખ્યપ્રધાનની તબિયત લથડી


ટૂંકી સભામાં શું કહ્યું સી.આર.પાટીલે


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 11 રાજસ્થાનના વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રામ મંદિર નિર્માણ માટે 1,521 કરોડનું ફંડ એકત્ર થયું છે. કલમ 370ની નાબૂદી અને રામ મંદિરના નિર્માણના નિર્ણય ઉપર કોંગ્રેસે કહ્યું હતું કે, દેશમાં લોહીની નદીઓ વહેશે, પરંતુ એક પણ ગોળી ચાલી નથી અને ક્યાંય પણ કોમી રમખાણો થયા નથી, તે ભાજપની સિદ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના વિકાસ મોડેલને આગળ કરીને જ બે વખત વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે.

સી. આર. પાટીલનું લોકોને સંબોધન
સી.આર.પાટીલ યુ.એન.મેહતા હોસ્પિટલ પહોંચ્યા

સભામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો તેમજ નાગરિકોનો આભાર માનીને સી.આર.પાટીલે સભા પતાવી હતી. ત્યાંથી તેઓ સીધા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા.તેઓ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમની ખબરઅંતરની જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાનને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. મુખ્યપ્રધાનની તબિયત જાણવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાનને ફોન પણ કર્યો હતો, તેમજ તેમને આરામ કરવાની સલાહ પણ આપી હતી. તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મુખ્યપ્રધાનની તબિયત સારી રહે તે માટે પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details