- બજારમાં રોગપ્રતિકારક મીઠાઈનું ધૂમ વેચાણ
- તુલસીના પાન અને આયુર્વેદિક મસાલાથી તેજ રોગપ્રતિકારક મીઠાઈ
- કોરોના રોગપ્રતિકારક મીઠાઈ લોકોના આકર્ષકનું કેન્દ્ર
અમદાવાદ: દિવાળી અને નૂતન વર્ષ આવતાની સાથે જ બજારોમાં મીઠાઈનું મહત્વ ખૂબ જ વધી જતું હોય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે દિવાળીની ખરીદી માટે બજારોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને તેની અસર મીઠાઈની બજારોમાં જોવા મળી રહી છે. દર વર્ષે મીઠાઈના વેપારી અવનવી મીઠાઈઓ લાવતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે એના માટે ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ બનાવવામાં આવી છે. જેમાં આયુર્વેદિક વસ્તુઓ તુલસીના પાન વગેરે નાખી મીઠાઈ બનાવવામાં આવી છે. ઉપરાંત બજારમાં અન્ય મીઠાઈઓ જેવી કે, ડ્રાયફ્રુટ મીઠાઈ, કાજુકતરી, ફેન્સી ડ્રાયફ્રુટ, અન્નકૂટ માટે સ્પેશિયલ મીઠાઇ બનાવવામાં આવી છે.
મીઠાઈના બજારમાં ગત્ત વર્ષની સરખામણીએ મંદીનો માહોલ
અમદાવાના વર્ષોથી જાણીતા સ્વીટના માલિક અજીત પટેલે ઈટીવી ભારતના સંવાદદાતા પાર્થ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, દર વર્ષે મીઠાઈ ની માગ રહેતી જ હોય છે. નવી મીઠાઈ અમે બનાવીએ છીએ આ વર્ષે કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા હેતુસર અમારા દ્વારા યુનિટી મીઠાઈ બનાવવામાં આવી છે. જેમાં અલગ-અલગ આયુર્વેદિક વસ્તુઓ તુલસીનું પાન તથા અન્ય ચીજ વસ્તુઓ મુકવામાં આવી છે. તમામ ચીજવસ્તુઓની મિશ્રણ કર્યા બાદ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ મીઠાઈ બનાવવામાં આવી છે. જેની કિંમત આશરે 1200 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે. ઉપરાંત આ વર્ષે આ મીઠાઈના વેપારમાં 45 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. અન્ય દેશોમાં પણ મીઠાઈ નિકાસ કરવામાં આવી રહી છે. દિવાળીને લઈને સ્પેશિયલ પેકિંગ ઓળા મીઠાઈમાં કરવામાં આવી રહ્યા છે. જેના માટે મીઠાઈ ખરીદવા આકર્ષી રહ્યા છે.