ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં NGO ચલાવતા પિતા-પુત્રનું અનોખું કાર્ય !

અમદાવાદ: ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે.દર વર્ષે ઉત્તરાયણમાં અનેક પક્ષીઓતો ઘાયલ થયા છે અને મરી જાય છે. તો કેટલાક માણસોના પણ ગળા કપાવવાની ઘટના સામે આવે છે. ત્યારે આ વર્ષે લોકોના ગળા કપાતા રોકાય તે માટે NGO અને પોલીસ દ્વારા ગળાના સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ
etv bharat

By

Published : Jan 10, 2020, 2:36 PM IST

શહેરના દિલ્હી દરવાજા પાસે NGO ચલાવતા પિતા-પુત્ર દ્વારા ટ્રાફિક નિયમન કરાવતા પોલીસકર્મીઓને ગળામાં સેફટી બેલ્ટ પહેરાવવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ અને NGO દ્વારા સંયુક્ત રીતે રસ્તા પરથી વાહન લઈને જઈ રહેલા વાહનચાલકોને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેલ્ટ વિતરણ કરવાનો ઉદેશ ઉત્તરાયણમાં દોરીના કારણે કોઈનું ગળું કપાય નહીં.

મિશન સેફ ઉત્તરાયણ

NGO દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાજિક સેવન કાર્યો કરે છે. ત્યારે આજે પોલીસને પણ સાથે રાખવામાં આવી અને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.અંદાજે 5000 જેટલા સેફટી બેલ્ટનું પોલીસ અને NGO દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.લોકો પતંગના દોરાથી બચે તે માટે વાહનો પર પણ તાર લગાવવામાં આવશે. જેથી દોરીથી ગળા કપાતા અટકે.

ABOUT THE AUTHOR

...view details