ગુજરાત

gujarat

ETV Bharat / city

જાહેર જનતા માટે માર્ચ 2020થી બંધ થયેલ સચિવાલય 21 સપ્ટેમ્બરથી શરૂ: સરકારે કર્યો નિર્ણય

કોરોમામી સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ચ 2020થી સચિવાલયના દરવાજા સામાન્ય પ્રજા માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં જો કે ભૂપેન્દ્ર પટેલ સરકારે સત્તામાં આવતા જ સચિવાલયના દરવાજા લોકો માટે ખોલ્યા છે.

જાહેર જનતા માટે માર્ચ 2020થી બંધ થયેલ સચિવાલય 21 સપ્ટેમ્બરથી શરૂ: સરકારે કર્યો નિર્ણય
જાહેર જનતા માટે માર્ચ 2020થી બંધ થયેલ સચિવાલય 21 સપ્ટેમ્બરથી શરૂ: સરકારે કર્યો નિર્ણય

By

Published : Sep 20, 2021, 11:07 PM IST

  • માર્ચ 2020થી બંધ થયેલું સચિવાલય હવે જનતા માટે ખુલ્લું થયું
  • રાજ્યના વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો હુકમ
  • લોકડાઉન થી એક પણ નાગરિકો સચિવાલયમાં હતી NO ENTRY
  • જેમની ઓળખાણ હોય તેમને જ આપવામાં આવતો હતો પ્રવેશ

ગાંધીનગર : માર્ચ 2020માં સમગ્ર દેશમાં કોરોનાને ધ્યાનમાં લઈને લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યાંથી જ સચિવાલયમાં જાહેર જનતા માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી હતી આમ 18 મહિનાની આસપાસ સચિવાલયમાં જાહેર જનતા માટે નો એન્ટ્રી રહી પરંતુ હવે રાજ્યના મુખ્યપ્રધાન બદલતા રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર જનતા માટે સચિવાલયમાં પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવી છે આમ કોરાનાની ગાઇડલાઇનના આધારે સામાન્ય જનતા હવે સચિવાલયમાં 18 મહિના બાદ પ્રવેશી શકશે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયો પરિપત્ર
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે સામાન્ય જનતા માટે 21 સપ્ટેમ્બરથી નવા સચિવાલયના કેર નંબર એક અને ચાર મારફતે મુલાકાતીઓ અને નાગરિકો માટે પ્રવેશ બારી ખોલીને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત પ્રવેશ મેળવનારા નાગરિકો અને મુલાકાતીઓને ફરજિયાત માસ્ક પહેરવાનું અને કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતે સચિવાલયમાં એન્ટ્રી આપવામાં આવશે તે બાબતનો સત્તાવાર રીતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

જેમને પ્રધાનોની ઓળખાણ હતી એમને જ આપવામાં આવતો હતો પ્રવેશ
છેલ્લા 18 મહિનાથી જાહેર જનતા માટે સચિવાલયના દરવાજા બંધ હતા પરંતુ જે વ્યક્તિઓને પ્રધાનો સાથે સીધી ઓળખાણ હોય તેવા વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો આ માટે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારના તમામ પ્રધાનોએ એક એવી સિસ્ટમ લાગુ કરી હતી કે જે કોઈ પણ વ્યક્તિ તેમને મળવા માગતો હોય અથવા તો જેમની ઓળખાણ હોય તેઓ એક દિવસ પહેલા એપોઈન્ટમેન્ટ લેવી અને ત્યારબાદ જે તે પ્રધાનોના કાર્યાલયમાંથી ગેટ નંબર 1 અને ગેટ નંબર 4 પર વાહનોના નંબર લખવામાં આવતા હતા અને તે જ વાહનોને એન્ટ્રી આપવામાં આવતી હતી જ્યારે સંકુલ 1 અને 2 પર આવનારા તમામ લોકોની એન્ટ્રીઓ પણ કરવામાં આવતી હતી.

ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બનતા જ કર્યો નિર્ણય
મહત્વની વાત કરવામાં આવે તો વિજય રૂપાણી સરકારમાં 18 મહિનાથી જાહેર જનતા માટે સચિવાલય બંધ રાખવામાં આવી હતી ત્યારે ઉપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બનતા જ 7 દિવસની અંદર જ જાહેર જનતા માટે સચિવાલય ફરીથી ખુલ્લી મૂકવાનો નિર્ણય કર્યો છે આમ રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાના કારણે પણ મુખ્યપ્રધાને જાહેર જનતા માટે સચિવાલયમાં પ્રવેશ માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details