અમદાવાદઃ વર્ષ 2002માં સાબરમતી ટ્રેનના આરોપી ફારૂક ભાણાને કિડનીમાં થયેલી પથરી અને અન્ય સમસ્યાઓની સારવાર માટે 30મી જુલાઈના રોજ હાઈકોર્ટે આરોપીના 15 દિવસના વચગાળા જામીન મંજૂર કર્યા હતા. જે 21મી ઓગસ્ટના રોજ પુરા થતા હતા, જોકે અરજદારે આરોપી તરફે 18મી ઓગસ્ટના રોજ વચગાળા જામીન લંબાવવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે 2 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવી આપ્યા છે.
ઓપરેશન બાદની સારવાર માટે હાઈકોર્ટે સાબરમતી એક્સપ્રેસ નરસંહારના આરોપીના વચગાળા જામીન લંબાવ્યા - સાબરમતી એક્સપ્રેસ
વર્ષ 2002માં ગોધરા-સાબરમતી ટ્રેન નરસંહાર કેસના આરોપી ફારૂક ભાણાને ઓપરેશન બાદની સારવાર માટે ગુજરાત હાઈકોર્ટે વચગાળા જામીન લંબાવી આપ્યા છે. હાઈકોર્ટની ડિવિઝન બેંચે નોંધ્યું કે ત્રણ ઓપરેશન પછી આગળની સારવારની જરૂર હોવાથી વચગાળા જામીન લંબાવી આપ્યા છે. અગાઉ હાઈકોર્ટે 15 દિવસના વચગાળા જામીન મંજૂર કર્યા હતા, જેને હવે 2 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે.
![ઓપરેશન બાદની સારવાર માટે હાઈકોર્ટે સાબરમતી એક્સપ્રેસ નરસંહારના આરોપીના વચગાળા જામીન લંબાવ્યા ઓપરેશન બાદની સારવાર માટે હાઈકોર્ટે સાબરમતી ટ્રેન નરસંહારના આરોપીના વચગાળા જામીન લંબાવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8610292-453-8610292-1598734797216.jpg)
નોંધનીય છે કે આરોપીનું સ્વાસ્થ સારું ન રહેતો હોવાથી 15થી 18મી જુલાઈ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 15 હજારના પર્સનલ બોન્ડ પર વચગાળા જમીન મુક્ત કર્યો હતો. 2 સપ્ટેમ્બરના રોજ આરોપી જ્યારે જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરે ત્યારે પણ તેનું કોરોના ટેસ્ટ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે.
નોંધનીય છે કે વર્ષ 2018માં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એચ.સી વોરાએ ગોધરા-સાબરમતી ટ્રેન નરસંહાર કેસમાં આરોપી ફારૂક ભાણા અને ઇમરાન શેરુને બોગ્ગી નંબર S6માં ષડયંત્ર રચવાના ભાગરૂપે આજીવન કેદની સજા ફટકારી હતી. 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી અને તેમાં 59 કારસેવકોના મોત નિપજ્યા હતા.