ગુજરાત

gujarat

ETV Bharat / city

Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી - Sabarmati River Pollution

સાબરમતી નદીના પ્રદૂષણ (sabarmati river pollution) મામલે ગુજરાત હાઇકોર્ટે (gujarat high court on sabarmati river pollution ahmedabad) આજે થયેલી સુનાવણીમાં એ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલે કોઈપણ સમજૂતી કરવા તૈયાર નથી. કોર્ટે આકરી ફટકાર લગાવતા મનપા (ahmedabad municipal corporation)ને ટાસ્કફોર્સ પાસે કામગીરી પૂર્ણ કર્યા બાદનો રિપોર્ટ પણ માંગ્યો છે. સાથે જ કહ્યું છે કે, ભલે તેમની પાસે દિવ્ય શક્તિ ન હોય પણ કલમની શક્તિ છે.

Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી
Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી

By

Published : Dec 3, 2021, 7:40 PM IST

  • નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટ કોઇપણ બાંધછોડ કરવાના મૂડમાં નથી
  • ભલે અમારી પાસે દિવ્ય શક્તિ નથી, પરંતુ કલમની શક્તિ છે: હાઇકોર્ટ
  • કોર્ટની કામગીરીમાં અડચણ ઉભી કરનારા લોકોને ચેતવણી આપી

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદુષણ (sabarmati river pollution ahmedabad) મુદ્દે ગુજરાત હાઇકોર્ટ (gujarat high court on sabarmati river pollution)માં ચાલતી સુઓમોટો મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે નદીના પ્રદૂષણમાં ભૂમિકા ભજવતા એક પણ કારણ સામે કોર્ટ બાંધછોડ કરી લેવાના મૂડમાં નથી. કોર્ટે GPCB (gujarat pollution control board sabarmati ahmedabad) અને નદીમાં ગેરકાયદે જોડાણ (Illegal connection in sabarmati river) કરતા એકમોની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે કોર્ટમાં જણાવી દીધું છે કે, ભલે તેમની પાસે દિવ્ય શક્તિ ન હોય પણ કલમની શક્તિ છે.

નદી ડેડ રિવર બની ગઈ છે

ટાસ્ક ફોર્સે કોર્ટમાં પોતાના રિપોર્ટ મુદ્દે જણાવ્યું હતું કે, CETP (common effluent treatment plant gujarat)માં પહેલા દિવસથી જ નિયમનું પાલન નથી થતું. આ સિવાય નદીમાં ઠલવાતા પાણીના નિરીક્ષણની પદ્ધતિ (methods of monitoring water quality of sabarmati river) પણ ખોટી છે. નિરીક્ષણની એક ચોક્કસ પદ્ધતિ હોવા છતાં સામાન્ય પટાવાળા જેવા વ્યક્તિ પણ જઈને સેમ્પલ લઇ આવે છે. નારોલના વિશાલા બ્રિજ (vishala bridge narol ahmedabad) પાસે અમે જે સ્થિતિ જોઈ એ મારા ભૂતકાળના તમામ અનુભવ કરતા સૌથી ખરાબ સ્થિતિ સૂચવે છે. આ પાણી એટલું દૂષિત હતું કે તેમાં ઓક્સિજનની ગેરહાજરી જોવા મળી. ખરેખર કહું તો નદી ડેડ રિવર (dead river sabarmati) બની ગઈ છે.

રિપોર્ટમાં માત્ર કોપી-પેસ્ટ જ જોવા મળે છે

વધુમાં ટાસ્ક ફોર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, મોનિટરિંગ કરતા લોકો જે રિપોર્ટ બનાવે છે તેમાં પણ મગજનો યુઝ ન થતો હોય તેવું સાબિત થાય છે. રિપોર્ટમાં માત્ર કોપી-પેસ્ટ જ જોવા મળે છે. મનપાના STP મુદ્દે કોર્ટમાં ટાસ્કફોર્સ દ્વારા રજૂઆત કરી હતી કે, 24 કલાક STP પ્લાન્ટ્સમાંથી નદીમાં પાણી ઠલવાય છે અને તે અનટ્રીટેડ હોય છે. રિવરફ્રન્ટના પાણીની ગુણવત્તા (sabarmati riverfront water quality) પણ ખૂબ જ દૂષિત છે. મનપા લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા ફ્રેંચવેલનો ઉપયોગ નથી કરતી, પણ નર્મદાનું પાણી વાપરે છે, કારણકે મનપા જાણે છે કે રિવરફ્રન્ટનું પાણી દૂષિત છે.

સાબરમતી નદીના પ્રદૂષણ અંગે હાઇકોર્ટનું આકરું વલણ

GPCBના મેમ્બર સેક્રેટરીની ઉપસ્થિતિની માંગણી કરી

કોર્ટે આ મુદ્દે જણાવ્યું હતું કે અમે આગામી સમયમાં આ તમામ 7 CETP બંધ કરી દઈશું પછી ભલે તેના જે પણ પરિણામ આવવાના હોય. ટાસ્ક ફોર્સે નદીની જે સ્થિતિ છે તેને દૂર કરવા માટે GPCBના મેમ્બર સેક્રેટરીની ઉપસ્થિતિની માંગણી કરી હતી. જેથી હાઈપાવર ઓથોરિટી ધરાવતા અધિકારી સાથે ચર્ચા કરી શકાય. કોર્ટે મેમ્બર સેક્રેટરીને હાજર રહેવા હુકમ કર્યો હતો.

તમે ડર્યા વિના કામ કરો, તમને કોઈ હાથ પણ નહીં લગાવે તે અમારી બાંહેધરી: હાઈકોર્ટ

નદીને જીવતી કરવા માટે આજે સુનાવણી દરમિયાન કોર્ટે મનપાના અધિકારીઓને 2 મહત્વના કામો- તમામ ગેરકાયદે જોડાણો દૂર કરવા જે મનપાની સુવેજ લાઇન (municipal corporation sewage line ahmedabad) સાથે જોડાયેલા હોય અને STP પ્લાન્ટસને અપગ્રેડ કરવા પર ભાર મુક્યો હતો. ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે ટાસ્કફોર્સને આ બંને બાબતો ઉપર કામગીરી પૂર્ણ કર્યા બાદનો રિપોર્ટ પણ માંગ્યો છે. વધુમાં કોર્ટે કોર્ટની કામગીરીમાં અડચણ ઉભી કરનારા લોકોને ચેતવણી આપતા ખરા શબ્દોમાં કહી દીધું છે કે, કોર્ટના આદેશ વચ્ચે દરમિયાનગીરી કરતા લોકો ભલે પછી તે લોકલ રાજકારણી કેમ ન હોય તેવા લોકોના નામ અમને સીલ કવરમાં આપો પછી અમે જોઈશું અમારે શુ કરવું. તમે ડર્યા વિના કામ કરો. તમને કોઈ હાથ પણ નહીં લગાવે તે અમારી બાંહેધરી છે.

CETP બિલકુલ ખરાબ સ્થિતિમાં છે

વધુમાં ઔધોગિક એકમોમાંથી આવતા પાણીને ટ્રીટ કરવા માટે બનેલા 7 એફ્લૂએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ જોઈતા પરિણામ ન આપતા હોવાને કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન સવાલ કર્યો હતો કે, જો આજે એવું કહી દેવામાં આવે કે તમામ CETP બંધ છે તો તમે શું કરશો? તમે લાખો લિટરમાં આવતા એફ્લૂએન્ટને ક્યાં ટ્રીટ કરશો? કોર્ટે ટકોર કરતા નોંધ્યું હતું કે, આજે CETP બિલકુલ ખરાબ સ્થિતિમાં છે. જો તમે વર્ષે એક પણ CETPને ટાર્ગેટ કર્યા હોત તો સ્થિતિ આવી ન સર્જાઈ હોત.

આ કોઈ કાર નથી કે બગડી ગઇ અને તમે ગેરેજમાં લઈ ગયા

વધુમાં કોર્ટમાં હાજર રહેલા GPCBના એનવરોમેન્ટ એન્જિનિયર રાજેશ પરમારને કોર્ટે સવાલ કર્યો હતો કે, દરેક CETP પાછળ કેટલા લોકો કામ કરે છે? શું તમે આજની CETPની સ્થિતિ જોઈને ખુશ છો? તમે ક્યારેય કોઈ એકમને નોટિસ આપી છે? તમારી જવાબદારી છે. તમે છેલ્લે ક્યારે CETPની મુલાકાત લીધી હતી? આ કોઈ કાર નથી કે બગડી ગઇ અને તમે ગેરેજમાં લઈ ગયા. તમે એક્સપર્ટ છો, કહો કે ક્યારે આ સ્થિતિ સુધરશે? કોર્ટની સુનાવણી પહેલા તમે CETPની મુલાકાત લીધી તે દરમિયાન તમે રિપોર્ટમાં શું લખ્યું એ રિપોર્ટ અમારી સમક્ષ મુકો.

ભલે અમારી પાસે દિવ્ય શક્તિ ન હોય, પણ કલમની શક્તિ છે

સાબરમતી નદીના વધતા પ્રદુષણની સ્થિતિ જોઈ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમે આશા નહીં છોડીએ. ભલે અમારી પાસે દિવ્ય શક્તિ ન હોય પણ અમારી પાસે કલમની શક્તિ છે. વધુમાં કોર્ટે ટાસ્ક ફોર્સને નિર્દેશ કર્યો હતો કે, એકવાર મનપા સુવેજ લાઇનમાંથી ગેરકાયદે જોડાણ દૂર કરે ત્યારબાદ પણ તમે સેમ્પલ લો અને તેની તપાસ કરો. આ સાથે મનપાએ સુનાવણી શરૂ થતાં જે ગેરકાયદે કનેક્શન દૂર કર્યા તેમાંથી પણ કેટલાક ઔદ્યોગિક એકમોએ કોર્ટમાં રજૂઆત કરી હતી. આ સામે કોર્ટે તેમને જણાવ્યું હતું કે, અમે ગેરકાયદે જોડાણ કરનારાઓ સામે મનપાને કાયદાકીય પગલાં લેવા જણાવ્યું છે. શું તમે અમારી પાસેથી એવી આશા રાખો છો કે અમે મનપાને જોડાણ ફરી જોડી આપવાનો આદેશ કરીએ?

GPCBના રિપોર્ટ ઉપર વિશ્વાસ નથી

હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી શરૂ થયા બાદ મનપાએ તેની સુએજ લાઈનમાં જોડાયેલા ગેરકાયદે કનેક્શનને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. આ સામે કેટલાક ઔદ્યોગિક એકમો પણ હાઇકોર્ટના દ્વારે પહોંચ્યા હતા. અરવિંદ મિલનો પક્ષ મુકતા તેમના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, અરવિંદ મિલ એ ટેક્સટાઇલ મિલ છે. તેમાંથી મરક્યુરી ડિસ્ચાર્જ નથી થતું. આ મુદ્દે ખુદ GPCBનો પણ રિપોર્ટ છે. એડવોકેટની આવી રજૂઆત સાંભળી હાઇકોર્ટે ટકોર કરી હતી કે, અમને GPCBના રિપોર્ટ ના બતાવશો. અમને GPCBના રિપોર્ટ ઉપર જરાય વિશ્વાસ નથી.

ભવિષ્ય માટેનું શું આયોજન છે?

કોર્ટે સુઓમોટો માટે નિમેલા કોર્ટ મિત્રએ કોર્ટમાં કોના રિપોર્ટ ઉપર વિશ્વાસ મુકવો તે મુદ્દે ઊભી થયેલી મૂંઝવણને દૂર કરવા સૂચન કર્યુ હતું કે, આ AMC, GPCBના રિપોર્ટને બદલે CPCBને રિપોર્ટ તૈયાર કરવા જોઈએ. વધુમાં સાબરમતીને દૂષિત થતા અટકાવવા મામલે કોર્ટે સવાલ કર્યો હતો કે, આ સ્થિતિથી ઉગરવા માટે ભવિષ્ય માટેનું શું આયોજન છે તે જણાવવા પણ કોર્ટે ઓથોરિટીને આદેશ કર્યો છે. આ મુદ્દાની વધુ સુનાવણી આવતા શુક્રવારે થશે.

આ પણ વાંચો: Ahmedabad Loan Fraud case: લોન આપવાના બહાને છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર કરતા ત્રણ આરોપીઓને SOG ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા

ABOUT THE AUTHOR

...view details