અમદાવાદમેઘરાજા શ્રાવણ માસના સરવરિયાને બદલે ધોધમાર વરસી રહ્યા છે. વરસાદની આ ઇનિંગમાં વારો આવ્યો છે ઉત્તર ગુજરાતનો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તો ધડબડાટી બોલાવી દીધી હતી. નદીઓના જળસ્તર વધતા ક્યાંક પૂરની સ્થિતિ નિર્માણ પામી થતાં ક્યાંક ડેમોના દરવાજા ખોલવાની નોબત આવી હતી. ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહી છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધીગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓ વરસાદ પડ્યો છે. જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા અને ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી હતી. સાબરકાંઠામાં ભારે વરસાદ Heavy rain in Sabarkantha , ના પગલે બુધવારે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નર્મદા કેનાલમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું તેમજ ગાંધીનગર સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવતાં અમદાવાદ શહેરના રિવર ફ્રન્ટ પર સાબરમતી નદીમાં રિવરફ્રન્ટના પગથિયાં સુધી પાણી પહોંચ્યા હતાં. અમદાવાદના રીવરફ્રન્ટનો નજારો A view of Ahmedabad's riverfront , જોવાલાયક બન્યો હતો.
આ પણ વાંચો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમ 100 ટકા ભરાઇ જવાના આરે 619 ફૂટે પહોંચી જળસપાટી