- આઝાદીના આંદોલનમાં મહત્વનું સ્થાન ધરાવે છે સાબરમતી આશ્રમ
- અનેક સત્યાગ્રહીઓનું ઘર બન્યો હતો આ આશ્રમ
- આશ્રમમાં આજે પણ સચવાઇ છે બાપુની સ્મૃતિઓ
ન્યૂઝ ડેસ્ક: ગાંધીજી અને સાબરમતી નદીનો એક અનોખો સંબંધ છે. તેઓ જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમણે અમદાવાદ આશ્રમ બનાવવાનું નક્કી કર્યું. આજે સાબરમતીના કિનારે જોવા મળતો આશ્રમ વર્ષ 1917 બન્યો. ગાંધીજીનો આશ્રમ અંગે એક વિચાર હતો કે આશ્રમ એવો હોવો જોઇએ કે જેમાં સ્વની સાથે સાથે સમાજનો વિકાસ કરી શકાય. આ આશય તેમને જે સાબરમતી નદીના કાંઠે તેમને પરીપૂર્ણ થતો દેખાયો. આથી બાપૂને સાબરમતી આશ્રમની જગ્યા ખૂબ ગમી હતી.
આઝાદીની ચળવણનું મહત્વનું સ્થાન
આ આશ્રમ ફક્ત ગાંધીજી કે અન્ય સત્યાગ્રહીઓનું આશ્રય સ્થાન ન હતું. આશ્રમ સ્વતંત્રતાની ચળવળનું એક મહત્વનું સ્થાન ધરાવે હતું. અહીંયાથી રાષ્ટ્રીય જાગૃતિ અને સામાજીક પરીવર્તનના અનેક ચળવળની શરૂઆત થઇ હતી. અત્યારે સાબરમતી આશ્રમમાં 165 બિલ્ડીંગ આવેલી છે. જેમાં ગાંધીજી, મીરા બાઇનો રૂમ, નંદીની ગેસ્ટ હાઇસ વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીજીના અવસાન બાદ આશ્રમમાં 'મારું જીવન એ જ મારો સંદેશ' ગેલેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ ગેલેરીમાં બાપુના બાળપણથી લઇને અંતિમ સફર સુધીની જીવનશૈલીને દર્શાવવામાં આવી છે. આ આશ્રમ સ્થાપવાનો મુખ્ય હેતું લોકોને આત્મનિર્ભર બનવવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો હતો. સાથે જ આ આશ્રમમાં ગાંધીજીના અવસાન બાદ તેમની યાદગીરીરૂપે બાપુ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ગાંધીજીના ચશ્મા, લોટો, છળી, સાથે રેંટિયા દ્વારા તેમની સ્મૃતિઓ કંડારવામાં આવી છે.
સ્વતંત્રતા સંગ્રામનું મહત્વપૂર્ણ સોપાન એટલે સાબરમતી આશ્રમ સાદગીએ ગાંધી જીવનનો પર્યાય
સાદગીએ ગાંધી જીવનનો એક સમાનાર્થી છે અને તેની ઝલક ગાંધી આશ્રમમાં પણ જોવા મળતી સાથે જ આ આશ્રમની પરીકલ્પનામાં સામૂહિક કાર્યો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જેને કહી શકાય તે છે હૃદયકુંજ. આ હૃદયકુંજ એ ગાંધીનું નિવાસ સ્થાન છે. તેના આ નામકરણ પાછળ પણ ખાસ કિસ્સો સંકળાયેલો છે.આ હૃદયકુંજની પાસે પ્રાર્થનાસભાની જગ્યા આવેલી છે. ગાંધીજી પ્રાર્થનના આગ્રહી હતાં આશ્રમની દિનચર્યાની શરૂઆત આ પ્રાર્થનાથી જ થતી હતી. આ આશ્રમમાં ગાંધીજી અને સત્યાગ્રહીઓ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ છે જેના ઇતિહાસની તવારીખ હંમેશા યાદ રાખશે.