- નવરાત્રી પ્રેમ અને ભક્તિથી જોડાયેલી હોવાથી આપણા જીવનમાં તેનું ખુબ જ મહત્વ
- પ્રાર્થના કરું છું કે કોરોનાની ત્રીજી લહેર ભારતમાં ન આવે
- ફેઝ- 2 માં ખુબ સ્થિતિ બગડી, એ સમયે રડવું આવતું હતું કે કોઈને મદદ કરી શકતા નથી
પ્રશ્ન- નવરાત્રીના નવ દિવસ એટલે મા શક્તિની પૂજા અર્ચના, તમારી નજરે દિવસોનો મહત્વ શું ?
જવાબ- હું જ્યારે નાની હતી એટલે નવરાત્રીમાં મમ્મી પપ્પા સાથે જતી એટલે એટલી ખબર પડી કે નવરાત્રી એટલે ગરબા, રાસ રમવાનું અને મજા કરવાનું અંતે નાસ્તો તો મળે જ મળે, પણ જેમ જેમ મોટા થયા એટલે ખબર પડી કે નવરાત્રીનું ઘણું મહત્વ છે. આપણે આ દિવસોમાં માતાને રીઝવવાનો પ્રયાસ કરીએ છીએ. શક્તિ મેળવવા પ્રાર્થના કરીયે છીએ. આ સમયે ભાઈઓને મેં જોયા છે વ્રત કે પૂજા કરતા પણ તેઓ આ શક્તિનો પાછળથી ઘણો દુરુપયોગ કરે છે.
પ્રશ્ન- હાલમા જ કોરોના જેવી વેશ્વિક મહામારીથી આપણે લડ્યા છે અને લડી રહ્યા છે. આ સમયમાં આપે સમાજ માટે મહત્વની ભૂમિકા ભજવી ? કેવી સ્થિતિ આપે જોઈ ? આપના માટે આ સમય કેવો રહ્યો ?
જવાબ- હા આ સમયે આપણે ઘણી લડત લડવી પડી છે. મને ચિંતા ત્રીજા વેવની છે. જે રીતે કેસં વધી રહ્યા છે તેને જોઈ હું ચિંતામાં મુકાઈ ગઈ છું. ફેજ 1 મા ખબર હતી કે લોકડાઉન જરૂરી છે. દાતાઓને કારણે ઘણા લોકોની મદદ પણ થઇ શકી. પણ ફેઝ 2 મા ખુબ સ્થિતિ બગડી. એ સમયે રડવું આવતું હતું કે કોઈને મદદ કરી શકતા ન હતા. આપણે કોરોના કાળમાં ખુબ જ કાપરી સ્થિતિમાંથી પસાર થયા છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ત્રીજો વેવ ભારતમાં ન આવે. તહેવાર ઉજવો પણ જાન છે તો જહાન હે. પરિવાર સાથે પણ આપણે તહેવાર ઉજવી શકીયે છીએ.
પ્રશ્ન- આપણે નવરાત્રીમાં મા શક્તિની પૂજા કરીએ છીએ. થોડા સમય પહેલા જ આપણે કોરોના સામે લડત આપી છે. આ સમયે મહિલાઓની ભૂમિકા કેવી રહી?