ગુજરાત

gujarat

ETV Bharat / city

ઋષિકેશ પટેલે અમદાવાદની સમિક્ષા કરી લોકોને કરી આ મહત્ત્વની અપીલ

અમદાવાદમાં ખૂબ જ ભારે વરસાદને (Ahmedabad Rainfall) કારણે સામાન્ય જન જીવનને માઠી અસર પહોંચી છે. રવિવારે સાંજથી પલટાયેલા વાતાવરણમાં એકાએક વરસાદે મુશ્કેલી ઊભી કરી હતી. આ સમગ્ર સ્થિતિની સમીક્ષા (Rushikesh Patel Ahmedabad Visit) કરવા માટે અમદાવાદના પ્રભારી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વરસાદી માહોલમાં નિવાસસ્થાને પહોંચી જવા અપીલ કરી હતી.

ઋષિકેશ પટેલે અમદાવાદની સમિક્ષા કરી લોકોને કરી આ મહત્ત્વની અપીલ
ઋષિકેશ પટેલે અમદાવાદની સમિક્ષા કરી લોકોને કરી આ મહત્ત્વની અપીલ

By

Published : Jul 11, 2022, 11:04 PM IST

અમદાવાદઃઅમદાવાદ શહેરમાં રવિવાર સાંજના 07:00 વાગ્યાથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Ahmedabad Rainfall) થયો હતો. ગણતરીની મિનિટોમાં વરસાદે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફક્ત પાલડી વિસ્તારમાં જ 18 ઇંચ વરસાદ થયો છે. અમદાવાદના પશ્ચિમ (Ahmedabad West Zone Area) વિસ્તારમાં અનેક સોસાયટીમાં પાણી ઘુસી (Rainfall Effects) ગયા હતા. અનેક ફ્લેટના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જે રીતે દિવસે અમદાવાદની પરિસ્થિતિ ખરાબ થઈ તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે તમામ પ્રભારી જિલ્લાના પ્રધાનોને-પ્રભારી (Rushikesh Patel Ahmedabad Visit) જિલ્લામાં સમીક્ષાની સૂચના આપી હતી.

ઋષિકેશ પટેલે અમદાવાદની સમિક્ષા કરી લોકોને કરી આ મહત્ત્વની અપીલ

આ પણ વાંચોઃMonsoon Gujarat 2022 : ગુજરાતમાં આ સ્થળે થયો હાઈએસ્ટ 22 ઈંચ વરસાદ, રાજ્યમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેની તમામ વિગત

ઋષિકેશ પટેલ અમદાવાદ આવ્યાઃઅમદાવાદના પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલે અમદાવાદની મુલાકાત લીધી હતી. ખાસ વાતચીતમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શહેરીજનો વહેલી તકે પોતાના નિવાસસ્થાને પહોંચી જાય તો કોઈ પ્રકારની સમસ્યા થાય નહીં. વરસાદ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લેવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશન તરફથી મળતી માહિતી પ્રમાણે પૂર્વ વિસ્તારની 10 જેટલી સોસાયટી અને પશ્ચિમ વિસ્તારની 14 જેટલી સોસાયટીમાં પાણી ઘરમાં ભરાયા હતા.

શું કહ્યું પ્રધાનેઃ ઋષિકેશ પટેલ અમદાવાદના ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થાની વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદની ગટર વ્યવસ્થામાં અમુક કલાકમાં પાણી ઉતરે તેવી વ્યવસ્થા છે. પરંતુ જે રીતે એક જ રાતમાં સતત વરસાદના કારણે 20 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબકતા તમામ સિસ્ટમ ચોક થઈ ગઈ હતી. સવારથી ન જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાણીના નિકાલની કામગીરી લાગી ગયું હતું. ગણતરીના કલાકો બાદ આ પાણીનો નિકાલ કરવામાં આવી છે. અમદાવાદની 21 જેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃઅમદાવાદમાં પરિમલ અંડરપાસમાં સફાઈ અભિયાન,સાંજ સુધીમાં વાહનવ્યવહાર શરૂ થશે

કોઈનું મૃત્યું નથીઃલોકોના ઘરમાં પાણી જમા થવાની સમસ્યા સામે આવી છે. તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવી છે. પરંતુ અમદાવાદમાં વરસાદના કારણે એક પણ મોત નોંધાયું નથી. જ્યારે સ્થાનિક તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોએ પણ લોકોની મદદ કરી છે. આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન અને અમદાવાદના પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં મેઘ મહેર કો કહો મેઘ કહેર કહો જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. અમદાવાદીઓને પણ ઋષિકેશ પટેલે સુચના આપી હતી કે જો ક્યાંય પણ ઓફિસ હોય અને વરસાદ અચાનક શરૂ થાય તો વહેલીતકે પોતાના નિવાસસ્થાને પહોંચી જાવ, જેથી રસ્તા પર કોઈ પ્રકારનો ટ્રાફિકજામ ન થાય. લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ABOUT THE AUTHOR

...view details