ગુજરાત

gujarat

ETV Bharat / city

રૂપાણી સરકાર કોવિડ મેનેજમેન્ટમાં ફેઈલ, 18 મહિનામાં કોંગ્રેસ પ્રબળ વિકલ્પ આપશે : સાંસદ મનીષ તિવારી - covid management

આજે શુક્રવારે પંજાબના કોંગી સાંસદ મનીષ તિવારી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, રુપાણી સરકાર કોવિડ મેનેજમેન્ટમાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. જ્યારે આગામી 18 મહિનામાં કોંગ્રેસ ગુજરાતની પ્રજાને પ્રબળ વિકલ્પ આપશે.

MP Manish Tiwari
MP Manish Tiwari

By

Published : Jul 16, 2021, 9:50 PM IST

  • પંજાબના કોંગી સાંસદ ગુજરાતની મુલાકાતે
  • રૂપાણી સરકારના કોવિડ મેનેજમેન્ટ પર સાધ્યુ નિશાન
  • આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ સંગઠિત થઈને લડશે

ન્યૂઝ ડેસ્ક : આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પંજાબના આનંદપુર સાહિબ મતક્ષેત્રના સાંસદ મનીષ તિવારી આજે શુક્રવારે અમદાવાદ મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રૂપાણી સરકાર કોવિડ મેનેજમેન્ટમાં ફેઈલ ગઈ છે. આ સાથે ગુજરાતની પ્રજાને શાસન અને વિકાસનો એક પ્રબળ વિકલ્પ આપવા માટે આગામી 18 મહિનામાં ગુજરાત કોંગ્રેસ સંગઠિત થઈને કામ કરશે.

રૂપાણી સરકાર કોવિડ મેનેજમેન્ટમાં ફેઈલ, 18 મહિનામાં કોંગ્રેસ પ્રબળ વિકલ્પ આપશે

આંકડાઓ છૂપાવ્યા, વેક્સિનેશનમાં પણ ગેરવહીવટ : મનીષ તિવારી

પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, આ સરકારને જો કોઈ પાર્ટી જવાબ આપતી હોય તો તે કોંગ્રેસ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે. ગુજરાતની ભાજપ સરકાર કોરોના મેનેજમેન્ટમાં સદંતર નિષ્ફળ રહી છે. જે લોકો મર્યા છે, તેની માહિતી છૂપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોરોનાના સાચા આંકડાઓ છૂપાવવાના પ્રયાસો કરાયા છે. વેક્સિનેશનમાં પણ ગેરવહીવટ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીમાં ગેરવહીવટ માટે સંસદીય સમિતિની કરાશે માગ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 19 જુલાઈથી શરૂ થતા સંસદના સત્રમાં કોંગ્રેસ દ્વારા કોરોના મહામારી દરમિયાન જે પણ રાજ્યો દ્વારા વિવિધ રીતે ગેરવહીવટ કરવામાં આવ્યો છે. તેની તપાસ માટે એક સંયુક્ત સંસદીય સમિતિ (joint parliamentary committee) ની નિમણૂક કરાય અને આ મામલે તટસ્થ તપાસ થાય તે માટે માગ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details