અમદાવાદ:પીરાણા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી આરએસએસની બેઠક (RSS meeting held in Ahmedabad) ચાલી રહી હતી. આજે અંતિમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ બેઠક કરવા પાછળનો મુખ્ય હેતુ રાષ્ટ્ર ચિંતા રહેલી હતી, જેમાં ભારત દેશમાંથી સંઘના સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેની અધ્યક્ષતામાં 11 માર્ચથી 13 માર્ચ સુધી પ્રતિનિધિ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અલગ-અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં RSSની ત્રીદિવસીય બેઠક યોજાઇ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા - RSSની ત્રીદિવસીય બેઠક
અમદાવાદમાં પીરાણા વિસ્તારમાં આવેલા નિષ્કલંકી (RSS meeting held in Ahmedabad) નારાયણ આશ્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (Rashtriya Swayamsevak Sangh) ત્રિદિવસીય પ્રતિનિધિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
![અમદાવાદમાં RSSની ત્રીદિવસીય બેઠક યોજાઇ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા અમદાવાદમાં RSSની ત્રીદિવસીય બેઠક યોજાઇ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14721842-thumbnail-3x2-rss.jpg)
નાના ઉદ્યોગોને વેગવંતુ બનાવવા પ્રયાસો: ભારત દેશના ગ્રામીણ વિસ્તારમાં લઘુ ઉદ્યોગોને વેગવંતુ બનાવ્યું અને સરકાર સાથે સંકલન સાધીને નાના ઉદ્યોગોને વેગવંતુ બનાવવા પ્રયાસો કેવી રીતે કરવામાં આવે તેને લઈને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે આગામી 2025માં આરએસએસને સો વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, જેના પગલે સંઘની ભારતભરમાં એક લાખ નિત્ય શાખા કેવી રીતે લગાડી શકાય તેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
- ભારત દેશના દરેક ગામડાને આદર્શ ગામડું બનાવવાનો લક્ષ્યાંક
- ભારત દેશના વિચારોને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે
- આઝાદીના અમૃત મહોત્સવને અંતર્ગત ઘણા કાર્યક્રમો સંઘે વિચાર્યા
- સ્વદેશી સ્વાવલંબનને વધારો આપવો જોઈએ
આ પણ વાંચો:ધોળકામાં સગીરા પર 8 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ, હાલત ગંભીર
સામાજિક સમરસતા સામાજિક એકતા વધારવાનો ઉદ્દેશ્ય: ઉપરોક્ત તમામ મુદ્દાઓને લઈને આરએસએસની (Rashtriya Swayamsevak Sangh) ત્રણ દિવસીય બેઠક યોજાઇ હતી, જેમાં 12 માર્ચના રોજ જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા અને છેલ્લા દિવસે એટલે કે 13 માર્ચના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે ડોક્ટર મોહન ભાગવત અને દત્તાત્રેય હોસબોલે સાથે બેઠક યોજી હતી, જેમાં ભારત દેશના વૈશ્વિક વિકાસની કેન્દ્ર બિંદુ રાખીને ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય બેઠકમાં સંખ્યાત્મક શાખા લગાડવાનું નથી પરંતુ પરિણામ લક્ષી શાખા લગાડવાનું છે, જેમાં સામાજિક સમરસતા સામાજિક એકતા વધારવાનો ઉદ્દેશ્ય છે. સંઘની પ્રતિનિધિ બેઠકમાં ધાર્મિક સ્વતંત્રતા નામે જે લોકો કટ્ટરતા ફેલાવે છે, તે લોકો પર એક સંતુલન બેસાડવામાં આવે તેવું કામ કરવું જોઈએ તેવું દત્તાત્રેય હોસબોલેએ જણાવ્યું હતું.