- સુરત અને અમદાવાદની મુલાકાતે આવ્યા RSSના રામ માધવ
- તેમના પુસ્તક 'હિન્દુત્વ પેરાડાઈમ'ના પ્રચાર માટે આવ્યા હતા
- RSS જન્મથી જ વ્યક્તિ સ્વતંત્રતાનો પક્ષધર હોવાનું જણાવ્યું
અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય (Member of the National Executive) રામ માધવ (Ram Madhav) સુરત અને ત્યારબાદ અમદાવાદની મુલાકાતે હતા. તેમણે લખેલા પુસ્તક 'હિન્દુત્વ પેરાડાઈમ' (Hindutva Paradigm)ના પ્રચારાર્થે તેઓ અહીં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સમાં સંબોધન કર્યું હતું.
RSS જન્મથી જ વ્યક્તિ સ્વતંત્રતાનો પક્ષધર: રામ માધવ
રામ માધવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં કોમ્યુનિસ્ટ કાર્લમાર્ક્સ જન્મ્યો નથી, જેણે પોતાની કહેલી વાતને જ મનુષ્ય જાતિ માટે શ્રેષ્ઠ કહી. આ દેશમાં દરેકના જુદા-જુદા મત છે. આ દેશમાં 300 જેટલી રામાયણ છે. ગત સદીમાં ભારતમાંથી વિશ્વમાં ફક્ત એક જ રાજનૈતિક અને સામાજિક સંદેશ ગયો હતો, જે 'અહિંસા પરમો ધર્મ' છે. જે ગાંધીજીએ ગીતામાંથી લીધો હતો. તેવી જ રીતે અમે પણ વ્યક્તિના જન્મથી જ સ્વતંત્રતાના પક્ષધર છીએ.
લોક કલ્યાણ માટે એકતા જરૂરી
હવે નવા સમયની સાથે ભારતની જીવન પદ્ધતિ તરફ દુનિયા આકર્ષાઈ રહી છે રામ માધવે જણાવ્યું હતું કે, આજે જેટલો ભારત દેશ છે, તે જ ફક્ત ભારત નથી. તે એક સમગ્ર ભારતીય ઉપખંડ હતો. દેશની અંદરના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. દેશની સીમાઓની બહાર અંદરના પ્રશ્નો લઈ જવા જોઈએ નહીં. હિન્દુત્વ એક નિશ્ચિત વિચારધારા નથી, તેમાં દરેકના પોતાના વિચાર અને મંતવ્ય છે, પરંતુ લોક કલ્યાણ માટે એકતા જરૂરી છે. આઝાદી એટલે બીજા સાથે દુર્વ્યવહાર ચલાવી લેવાય નહીં, હવે નવા સમયની સાથે ભારતની જીવન પદ્ધતિ તરફ દુનિયા આકર્ષાઈ રહી છે.
દેશના મોટા પદ પર હિન્દુત્વની વિચારધારા વાળા વ્યક્તિઓ
રામ માધવે જણાવ્યું હતું કે, ભારતનું લોકતંત્ર યુરોપિયન બેઝનું મેજોટેરિયન છે, પરંતુ તેમાં પણ સર્વ સમાવેશની જરૂર છે. આજે દેશમાં વડાપ્રધાનથી લઈને દરેક મોટી જગ્યા પર હિન્દુ વિચારધારાવાળા વ્યક્તિઓ છે. કાશ્મીરમાં આર્ટિકલ-370 હટ્યા પછી 3,000 કાશ્મીરી પંડિત પાછા કાશ્મીરમાં ફર્યા છે. ગયા મહિને ભારતમાંથી 14 લાખ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. નવી શિક્ષણ નીતિ મુદ્દે તેમણે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ઘણી જ સારી છે.
આ પણ વાંચો: કોંગ્રેસ સાત વચનોમાં બંધાણી : પ્રિયંકા ગાંધીએ બારાબંકીમાં યાત્રાને લીલી ઝંડી આપી, કહ્યું- "અમે પતિજ્ઞા નિભાવીશું"
આ પણ વાંચો: દેશમાં પ્રથમ વખત IVF ટેકનીક દ્વારા ભેંસે પાડાને આપ્યો જન્મ