અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં ફરી એક વખત (Ahmedabad Murder Case) લોહીલુહાણ થયું છે. રામોલમાં એક જ રાતમાં બે હત્યાની ઘટના સામે આવતા પૂર્વ વિસ્તારને ફરી લોહીલુહાણ કર્યું છે. જોકે, રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો છે. પરંતુ, પોલીસ સમક્ષ હત્યારા આરોપીએ ચોંકાવનારા (Ramol Murder case) ખુલાસાઓ સામે આવ્યા છે.
બે મિત્રોની હત્યાની કબૂલાત -રામોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ શખ્સનું નામ અશ્વિન મરાઠી છે. શરીરે અધમરો દેખાતા આ યુવકે એક નહીં પરંતુ, બે હત્યાને અંજામ આપ્યો છે. રામોલ વિસ્તારમાં ન્યુલક્ષ્મીનારાયણ સોસાયટીમાં કલ્પેશ નામના યુવકની પોતાના જ ઘરમાં ધાબા પરથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃતક કલ્પેશનાં જ પડોશમાં રહેતા હત્યારા આરોપીની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે રામોલ પોલીસે હત્યારા આરોપી અશ્વિન મરાઠીની પૂછપરછ શરૂ કરતા તેને એક નહીં બે મિત્રોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેને લઈને પોલીસ દોડતી થઈ હતી. આરોપીએ કલ્પેશના ઘર સામે આવેલા ખુલ્લા ખેતરના મેદાનમાંથી રણજીત નામના મિત્રની (Ramol Double Murder Case) હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
આ પણ વાંચો :કાકાબાપાના ભાઈઓએ એવો આતંક મચાવ્યો કે લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં