- રોબોટિક ગેલેરીનું કરાયું લોકાર્પણ
- લોકો સાથે વાતચીત કરતા રોબોટ્સ વધારી રહ્યા છે ગેલેરીનું માન
- લોકોને જાતે ફાસ્ટફૂડ બનાવી જમાડી રહ્યા છે રોબોટ્સ
અમદાવાદ: વિવિધ કામોને સરળ અને ઝડપી બનાવતા આ રોબોટ્સ અહીં જુદા જુદા કામો કરતા નજરે પડે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝ ઉપર કામ કરતા આ રોબોટ્સ સૌ કોઈનું ધ્યાન આકર્ષણ કરે છે. અહીં પ્રવેશ લેતા સમયે જાયન્ટ રોબોટ સૂચના આપે છે. ત્યાર બાદ ઇન્ટરેક્ટિવ રોબોટ પણ એટલું જ મહત્વનું છે. આ રોબોટ મુલાકાતીઓ સાથે વાતચિત કરી શકે છે. તેમણે પૂછેલા સવાલોના જવાબ આપી શકે છે. આ ઉપરાન્ત તે ગીત પણ ગઈ શકે છે અને નૃત્ય પણ કરી શકે છે.
આ પણ વાંચો:Robotic Gallery: સાયન્સ સીટીના આ 202 રોબોટને મળી તમારી આંખો થઈ જશે પહોળી
રોબોટ્સ જનરેશનની ક્રાંતિ ઉપર પણ નિહાળી શકાશે ઝાંખી
લાંબા સમયથી માનવી વિજ્ઞાન ક્ષેત્રે નવી શોધખોળ કરવા મંડાયેલો છે. એવામાં અત્યાર સુધી રોબોટિક ટેક્નોલોજી ક્ષેત્રે સર્જાયેલી ક્રાંતિ ઉપર પણ વિવિધ રોબોટ્સ મુકવામાં આવ્યા છે. આ રોબોટ્સ પ્યાનો બજાવી શકે છે. ઢોલ વગાડી શકે છે અને અન્ય પણ સંગીતના વાંજિંત્રો વગાડી શકે છે.