અમદાવાદ: શહેરમાં ધોળા દિવસે છરીની અણીએ લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં તસ્કરે બપોરના સમયે ડૉક્ટરના ઘરે જઈને કામવાળી અને પુત્રને બાંધીને ઘરમાંથી દાગીના અને મોંઘી વસ્તુઓની લુંટ કરી છે. આ ઘટના અંગે સોલા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા સોસાયટી રહેતા ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટરના ઘરે તસ્કર ત્રાટક્યો હતો. તેમનો પુત્ર ભવ્ય દરજી ઘરમાં હતો, અજાણ્યો ઇસમ પહેલા માળેથી નીચે આવીને ભવ્યને છરી બતાવી તેની વીંટી અને બ્રેસ્લેટ લઈ લીધુ હતું. જે બાદમાં બીજા રૂમમાં લઈ જઈને છરી બતાવી કબાટની ચાવી માગી હતી.