- દંપતીએ બંદૂકની અણીએ લૂંટનો પ્લાન ઘડ્યો
- ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટ કરવાનો માસ્ટ પ્લાન પત્નીએ બનાવ્યો
- દુકાન માલિકે લૂંટારુઓને પકડીને પોલીસ હવાલે કરી દીધા
અમદાવાદ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં દંપતીએ લૂંટ કરવાની કોશિશ કરી હતી. જો કે, આ દંપતીનો પ્લાન સફળ થઇ શક્યો ન હતો. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ગહના જ્વેલર્સમાં રેકી કરીને પતિ ભરત ગોહિલ અને પત્ની યોગીતા રવિવારે બપોરે લૂંટ કરવા પહોચી ગયા. પત્ની યોગીતાએ ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં બાઈક પર જઈને બંદૂકની અણી લૂંટ ( Robbery at gunpoint ) કરીને ફરાર થઈ જવાના હતાં. જો કે દંપતીને જ્વેલર્સ માલિકે હિંમત બતાવી પકડીને પોલીસના હવાલે કરી દીધાં હતાં. આ દંપતી ( Robber couple ) પૂછપરછ કરતા સાઉથ ફિલ્મ જોઇને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવાનો વિચાર આવ્યો
આ મામલે લૂંટ કરવાના ઇરાદે આવેલા દંપતી ( Robber couple )ની પૂછપરછમાં આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવાનો વિચાર આવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં સાઉથની એક ફિલ્મ જોઇને. પત્ની યોગીતાએ લૂંટ કરવાનું પતિને કહેતા આખો પ્લાન બનાવ્યો હતો. દંપતીએ લૂંટ કરવા બંદૂકની જરૂર હોવાથી એક મિત્ર પાસેથી પિસ્તોલ મંગાવી હતી. લૂંટ કર્યા બાદ CCTVમાં ઓળખાય નહીં અને પકડાઈ ન જાય તે માટે બાઇકની નંબર પ્લેટ ઢાંકી દીધી હતી. ફિલ્મ સ્ટાઇલે બંદૂકની અણીએ લૂંટ ( Robbery at gunpoint ) કરવાનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ દુકાનદારની હિંમતને કારણે દંપતી ઝડપાઇ જતા કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી છે.