અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અને શહેરમાં જીવલેણ કોરોના મહામારી યથાવત છે. ત્યારે આ વર્ષે પ્રિમોન્સુન એકશન પ્લાનની કામગીરી નહિવત જ થઈ હોવાથી ચોમાસુ બહુ જ ખરાબ જશે તેવી ભીતિ હતી, તે પહેલાં જ વરસાદે સાબિત કરી દીધું છે. હજુ વિધીવત ચોમાસુ બેઠું પણ નથી ત્યાં જ શહેરમાં સરેરાશ દોઢ ઈંચ અને ઉત્તર ઝોન તેમજ ગોતા વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે.
અમદાવાદ મનપાના પ્રિ-મોન્સૂન પ્લાન પહેલા જ રસ્તાઓ ધોવાયા - ahmedabad corona news
સમગ્ર રાજ્યમાં અને શહેરમાં જીવલેણ કોરોના મહામારી યથાવત છે. ત્યારે આ વર્ષે પ્રિમોન્સુન એકશન પ્લાનની કામગીરી નહિવત જ થઈ હોવાથી ચોમાસુ બહુ જ ખરાબ જશે તેવી ભીતિ હતી. ત્યારે અમદાવાદમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ અમુક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના પશ્ચિમ ઝોનના જય મંગલ BRTS પાસે રસ્તા પર ભૂવા પડવાથી અને ટોરેન્ટ પાવરનું કામ ચાલુ હોવાથી રસ્તો પણ બેસી ગયો છે. તેમજ સાયન્સ સીટી વિસ્તારમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે.
પ્રિ-મોન્સૂન પ્લાન પર નજીવા વરસાદે જ પાણી ફેરવ્યું છે. તો આ વર્ષે પણ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. તેમજ શહેરના પશ્ચિમ ઝોનના જય મંગલ BRTS પાસે રસ્તા પર ભુવા પડવાથી અને ટોરેન્ટ પાવરનું કામ ચાલુ હોવાથી રસ્તો પણ બેસી ગયો છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. તો સાયન્સ સીટી વિસ્તારમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી.
સામાન્ય માણસને તો યાદ પણ ન રહે એવા કરોડોના આભાસી બજેટ, કરોડોના કોન્ટ્રાક્ટ, અબજોનું રિસરફેસિંગ અને બજેટમાં ફાળવાતા નાણાનો ઉપયોગ ક્યાં થયો? તો મનપાનો ખેલ મનપા જ જાણે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસું વિધિસર શરૂ થતા પહેલા જ પ્રિમોન્સુન એક્ટિવિટીમાં દરમિયાન જ રોડ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે.